GSTV
Home » News » ગુજરાતમાં અભણ કરતાં ભણેલા વધુ જેલમાં, તમામ ડિગ્રી ધારકો એક જ જગ્યાએ જોવા મળે તેવી આશ્ચર્યજનક સ્થિતિ

ગુજરાતમાં અભણ કરતાં ભણેલા વધુ જેલમાં, તમામ ડિગ્રી ધારકો એક જ જગ્યાએ જોવા મળે તેવી આશ્ચર્યજનક સ્થિતિ

અભણ કરતાં શિક્ષિતો હવે ગુનાખોરીના રવાડે ચડયાં છે જે સમાજ અને સમાજચિંતકો માટે મૂંઝવણનો સવાલ બની રહ્યો છે.તેનુ કારણ એછેકે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરોના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલોમાં અભણ કરતાં શિક્ષિત,ડીગ્રીધારી કેદીઓની સંખ્યા વધુ છે.રાજ્યની જેલોમાં ખૂન અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલાં આરોપીઓની સંખ્યા સવિશેષ છે. અત્યારે રાજ્યની સેન્ટ્રલ-સબ જેલમાં તો એવી સ્થિતી છેકે, કેપેસિટી કરતાં વધુ કેદીઓ છે.

અભણ હોય તે ગુનાખોરીમાં પ્રવૃતિમય હોય તે સ્વભાવિક છે.પણ હવે એવુ રહ્યું નથી. શિક્ષિતો પણ ગુનાખોરી તરફ વળ્યાં છે તો ઘણાં સંજોગોના શિકાર પણ બન્યાં છે. નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના અહેવાલે સમાજ સામે લાલબત્તી ધરી દીધી છે કેમ કે,અંગૂઠા છાપ કરતાં શિક્ષિતો જ નહીં, એન્જિનિયરની ડીગ્રી ધરાવતાં યુવાનો પણ જેલ કાપી રહ્યાં છે.

ગુજરાતની વિવિધ જેલોમાં કુલ મળીને 3217 શિક્ષિત કેદીઓ છે. જયારે અભણ કેદીઓની સંખ્યા 1082 છે.ધો.10થી ઓછુ ભણેલાં હોય તેવા  કેદીઓની સંખ્યા 2159 છે. જયારે ધો.10થી વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછુ ભણ્યાં હોય તેવા કુલ 685 કેદીઓ છે. 254 ગ્રેજયુએટ કેદી હાલમાં જેલ કાપી રહ્યાં છે. 20 કેદીઓ તો એવા છે જેમની પાસે ટેકનિકલ ડીગ્રી,ડિપ્લામા ડીગ્રી ધરાવે છે. આ જેલોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ 99 આરોપીઓ છે.

ગુજરાતની જેલોમાં અત્યારે કેદીઓને શિક્ષણ  મેળવે તે માટે ઓપન યુનિવસિટી સાથે વિવિધ અભ્યાસ ક્રમો પણ ચલાવવામાં આવી રહ્યાં છે જેના કારણે ઘણાં કેદીઓએ જેલમાં રહીને ડીગ્રી મેળવી હોય તેવા ય કિસ્સા છે. દર વર્ષે નિયમિતપણે આ યુનિવર્સિટીની પરિક્ષાઓ યોજવામાં આવે છે અને કેદીઓ પરીક્ષામાં ભાગ લે છે.સૌથી વધુ આરોપીઓ ખૂન અને અપહરણના ગુનામાં સજા કાપી રહ્યાં છે.1808 કેદીઓ ખૂનના ગુનામાં,378 ખૂનની કોશિશ,359 કેદીઓ બળાત્કારના ગુનામાં જેલમાં છે. 75 આરોપીઓ અપહરણના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યાં છે.  અત્યારે તો આ રિપોર્ટે સુશિક્ષિત સમાજને ચોંકાવી દીધો છે. સાથે સાથે સમાજચિતકો અને શિક્ષણવિદો પણ વિચારમાં મૂકાયાં છે.

સૌથી વધુ 18-30 વર્ષના યુવા આરોપીઓ જેલમાં છે

રાજ્યની 28 જેલોમાં કુલ મળીને 1842 આરોપીઓ એવા છેકે જેમની ઉંમર માત્ર 18થી માંડીને 30 વર્ષની છે. આખીય જિંદગી જેલમાં ગુજારી ઘણાં કેદીઓએ આયખુ બગાડયુ છે. ગુજરાતની જેલોમાં યુવા આરોપીની સંખ્યા સવિશેષ જોવા મળી રહી છે જે પણ એક ચિંતાનો વિષય છે સરકાર અને સમાજ માટે. આ ઉપરાંત 30થી 50 વર્ષની વય ધરાવતાં 1836 કેદીઓ જેલ કાપી રહ્યાં છે. જયારે 865 કેદીઓ એવા છે જેમની ઉંમર 50 વર્ષથી વધુની છે.આમ,ગુજરાતની જેલોમાં 42.8 ટકા આરોપીઓ યુવા છે.

રાજ્યમાં સેન્ટ્રલ-સબ જેલો હાઉસફુલ, કેદીની સંખ્યા વધુ

ગુજરાતમાં જેલોમાં કેપેસીટી કરતાં વધુ કેદીઓ છે જેમ કે, સેન્ટ્રલ જેલમાં 7740 કેદીની કેપેસીટી છે જયારે અત્યારે 7989 કેદીઓ છે એટલે સેન્ટ્રલ જેલમાં કેદીઓની સંખ્યા 103 ટકા થઇ છે. આ જ પ્રમાણે, જિલ્લાજેલમાં 3437 કેદીઓની કેપેસીટી છે જેમાં અત્યારે 2992 કેદીઓ છે. સબજેલોમાં 1168ની કેપેસીટી સામે 1433 કેદીઓ જેલવાસો ભોગવી રહ્યાં છે. સબજેલમાં કેદીઓની સંખ્યા 122 ટકા થઇ છે. આમ,સેન્ટ્રલ-સબ જેલમાં કેદીઓ માટે જગ્યા નથી તેવી પરિસિૃથતી પરિણમી છે.

READ ALSO

Related posts

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva

ભારત સરકાર માછીમારોની આજીવિકાનું સાધન ગણાતી બોટ મુક્ત કરાવવામાં નિષ્ફળ, પાકિસ્તાને કરી હરાજી

Nilesh Jethva

ભારતમાં ડાઉન થયુ વોટ્સએપ, સ્ટિકર્સ અને મીડિયા ફાઈલ્સ મોકલવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!