GSTV

ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં વધુ ફેરફાર, રસીથી બચવા થઇ શકે છે સક્ષમ: રણદીપ ગુલેરીયા

Last Updated on November 28, 2021 by Pritesh Mehta

તો કોરોનાના નવા વેરિયંટ સામે એઈમ્સના ડીરેકટર ડો. રણદીપ ગુલેરિયાએ પણ ચેતવણી ઉચ્ચારી છે. તેમણે કહ્યું છે કે કોરોના સંક્રમણના બદલાયેલા નવા સ્વરૂપ ઓમિક્રોનના 30થી વધુ મ્યૂટેશન છે. તેની સામે રસીની અસરકારતાની ગંભીરતાથી મુલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

તેમણે કહ્યું કે ભવિષ્યની કાર્યવાહી તે વાર ઉપર નિર્ભર રહેશે કે તેની સંક્રમણતા, વિષાણુ અને પ્રતિરક્ષણની ક્ષમતા પર શું ડેટા આવે છે. તેના પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. દેશમાં હજુ સુધી તેની હાજરી નોંધાઈ નથી. ગુલેરિયાએ લોકોને સાવચેતી રાખવા અને તંત્રને નજર રાખવા માટે ટકોર કરી છે. તેમણે કહ્યું કે જે લોકોએ બંને ડોઝ લીધા અને જેમણે હજુ સુધી રસી લીધી જ નથી તેમને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.

કોરોના ગુલેરીયા

AIIMSના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે, “કોરોના વાયરસના નવા સ્વરૂપમાં સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં 30 થી વધુ મ્યુટેશન છે અને તેથી તે રોગપ્રતિકારક શક્તિને ટાળવાની ક્ષમતા વિકસાવે તેવી શક્યતા છે. મોટાભાગની રસીઓ સ્પાઇક પ્રોટીન સામે એન્ટિબોડીઝ ઉત્પન્ન કરીને કામ કરે છે, તેથી સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં ઘણા બધા પરિવર્તનો કોવિડ-19 રસીની અસરકારકતા ઘટાડી શકે છે.”

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!