ભારતીય સેનાનો વધુ એક જલવો, મ્યાંમારમાં ઘુસીને આતંકીઓનાં કેમ્પને હોળી પહેલા જ લોહીથી રંગી નાખ્યાં

myanmar strike

તાજેતરમાં ભારતીય સેનાએ એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનના પીઓકેમાં ઘુસીને વાયુસેનાએ આતંકી અડ્ડાઓ અને આતંકીઓને નેસ્તનાબુદ કર્યા હતા. વિશ્વભરમાં ખળભળાટ મચાવી દેનાર ભારતીય સૈન્યએ ફરી એક વખત પોતાની વીરતા અને હિંમત બતાવી છે. પીઓકેમાં ભારતીય વાયુસેના દ્વારા જૈશ એ મોહમ્મદના ઠેકાણા પર કરાયેલી એર સ્ટ્રાઈકના થોડા દિવસ બાદ જ ભારતીય સેનાએ હવે મ્યાંમારની સરહદમાં ઘૂસીને આતંકીઓના કેમ્પમાં તબાહી મચાવી છે. મ્યાંમાર બોર્ડર પર આતંકીઓના ઠેકાણા નષ્ટ કરી નાખ્યાં.

ભારતીય સેના અને મ્યાંમાર સેનાએ સાથે મળીને આ ઓપરેશનને અંજામ આપ્યો. આથી ત્રાસવાદી આકાઓમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. મ્યાંમારના વિદ્રોહી સમૂહ અરાકન આર્મીએ મિઝોરમ સરહદે નવા કેમ્પ તૈયાર કર્યા હતાં મ્યાંમાર સરકારે ગઇકાલે બપોરે મોટા-મોટા બોંબ ગોળાઓ અને એર સ્ટ્રાઇક અરાકન આર્મી ઉપર કરી હતી. જે રાખીન સ્ટેટના પીઓંગયુંગ ટાઉનશીપ ઉપર કરવામાં આવી હતી. જેટ ફાઇટર વિમાનોએ બોંબ વરસાવ્યા હતા તેવું અરાકન આર્મીના પ્રવકતાએ બુધ્ધો ગામ નજીક જણાવ્યું હતું. કુલ ૧૦ બોંબ પડયા હતા. રાતભર સૈન્યની કાર્યવાહી ચાલુ રહી હતી. આ કાર્યવાહીને પગલે ગામના તમામ લોકો ભાગી ગયા હતા.

મ્યાંમાર આર્મીએ એક ડઝનથી વધુ એનએસસીએન-કેના નેતાઓને કસ્ટડીમાં લઇ લીધા છે. મ્યાંમાર આર્મીના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમે અમારી ભુમી ઉપરથી ભારત વિરોધી પ્રવૃતિઓ ચાલવા નહિ દઇએ. બર્માની ભુમી ઉપરથી પણ ભારત વિરોધી પ્રવૃતિઓ ચલાવવા નહિ દેવાય. માહિતી મુજબ પહેલા તબક્કામાં મિઝોરમની સરહદ પર નવનિર્મિત કેમ્પોને ધ્વસ્ત કરવા માટે મોટા પાયે સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે ઓપરેશનના બીજા ભાગમાં ટાગામાં NSCN (K)ના હેડક્વાર્ટરને નિશાન બનાવવામાં આવ્યું તથા અનેક કેમ્પોને નષ્ટ કરાયા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter