GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

BIG BREAKING: ચીનને વધુ એક ઝટકો, વધુ 47 ચીની એપ પર લગાવ્યો પ્રતિબંધ

ભારતે એકવાર ફરી ચીનને મોટો ઝાટકો આપતા વધુ 47 જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે. વાસ્તવમાં આ એપ્સ પહેલા પ્રતિબંધ કરાયેલ એપ્સના ક્લોન એપ તરીકે કામ કરી રહી હતી. સરકારે આ પહેલા 59 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંદ લગાવ્યો છે. જેમાં ટિક્ટોક, યુસી બ્રાઉઝર, વી ચેટ, સહીત ઘણી પ્રચલિત એપ પણ સામેલ હતી.

275 એપ્સ પર થઇ શકે છે તપાસ

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ 275 જેટલી એવી ચીની એપ્સ છે જેમની નેશનલ સિક્યોરિટી વાયોલેશનને લઈને તપાસ કરવામાં આવી શકે છે. આ એપ્લિકેશનનું લિસ્ટ બની રહ્યું છે. જે પર પ્રતિબંધ આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચાઇનીઝ એપ્લિકેશન્સની નવી સૂચિ તૈયાર કરવામાં આવી રહી છે અને તેમાં કેટલાક ટોચના ગેમિંગ એપ્લિકેશનો શામેલ છે. શક્ય છે કે આગળની સૂચિ પછી ભારતમાં ઘણી લોકપ્રિય ચાઇનીઝ રમતો પર પણ પ્રતિબંધ લગાવી શકાય.

સરકારે અગાઉ આ એપ્લિકેશન પર લગાવ્યો હતો પ્રતિબંધ

રિપોર્ટ અનુસાર, આ વખતે 275થી વધુ એપ્સની સૂચિ બનાવવામાં આવી રહી છે, જેમાં પબ્જી અને અલી એક્સપ્રેસ જેવી લોકપ્રિય એપ્સનો સમાવેશ છે. ભારતમાં આ એપ્સના કરોડો યુઝર્સ છે. રિપોર્ટ અનુસાર આ એપ્સ કથિત રીતે ચીન સાથે ડેટા શેર કરી રહી છે અને તેના કારણે સરકારી એજન્સીઓ તેમની સમીક્ષા કરી રહી છે. હાલમાં સરકાર દ્વારા નવા એપ્લિકેશન પ્રતિબંધ અંગે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.હવે સવાલ એ છે કે, શું આ વખતે PUBG પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે? કારણ કે પબ્જીના ઘણા જોડાણો ચીન સાથે જોડાયેલા છે, જો કે આ એપ્લિકેશનને સંપૂર્ણ ચિની કહી શકાતી નથી.

સરકારે જાહેર હિતનું ધ્યાન રાખી બેન કરી એપ

સરકારે જાહેર કરેલા આદેશ મુજબ સરકારે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, ભારતની સંરક્ષણ, રાજ્યની સુરક્ષા અને જાહેર હુકમના હાની પહોંચાડનારા 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં આ નિયમ આધિન એપ બંધ કરાઈ હતી.

આટલી એપ અગાઉ કરી છે બેન

  1. TikTok
  2. Shareit
  3. Kwai
  4. UC Browser
  5. Baidu map
  6. Shein
  7. Clash of Kings
  8. DU battery saver
  9. Helo
  10. Likee
  11. YouCam makeup
  12. Mi Community
  13. CM Browers
  14. Virus Cleaner
  15. APUS Browser
  16. ROMWE
  17. Club Factory
  18. Newsdog
  19. Beutry Plus
  20. WeChat
  21. UC News
  22. QQ Mail
  23. Weibo
  24. Xender
  25. QQ Music
  26. QQ Newsfeed
  27. Bigo Live
  28. SelfieCity
  29. Mail Master
  30. Parallel Space 31. Mi Video Call – Xiaomi
  31. WeSync
  32. ES File Explorer
  33. Viva Video – QU Video Inc
  34. Meitu
  35. Vigo Video
  36. New Video Status
  37. DU Recorder
  38. Vault- Hide
  39. Cache Cleaner DU App studio
  40. DU Cleaner
  41. DU Browser
  42. Hago Play With New Friends
  43. Cam Scanner
  44. Clean Master – Cheetah Mobile
  45. Wonder Camera
  46. Photo Wonder
  47. QQ Player
  48. We Meet
  49. Sweet Selfie
  50. Baidu Translate
  51. Vmate
  52. QQ International
  53. QQ Security Center
  54. QQ Launcher
  55. U Video
  56. V fly Status Video
  57. Mobile Legends
  58. DU Privacy
  59. DU Privacy 

કેન્દ્ર સરકારે 59 એપ કરી છે બેન

કેન્દ્રની મોદી સરકારે લોકપ્રિય ચીની એપ ટિક ટોક સહિત 59 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપ મામલે પ્રાઈવસીને લઈ સુરક્ષાનો મામલો માનવામાં આવે છે. ટિકટોક ઉપરાંત અન્ય લોકપ્રિય એપને પણ બેનનો સામનો કરવો પડ્યો છે. જેમાં શેરશેટ, હૈલો, યુસી બ્રાઉઝર, લાઈકી અને વીએટ સહિત 59 એપ સામેલ છે.

Related posts

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાથી પરિવાર નારાજ, ખોટી અફવા ન ફેલાવવા કરી અપીલ

pratik shah

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાની કરાઈ કરપીણ હત્યા, સમગ્ર પરિવારને પણ માર્યો ઢોરમાર

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!