GSTV

સાચવજો/ મોદી સરકારે વેક્સિન કંપની મોડર્ના અને ફાઈઝરને આપી દીધી લીલીઝંડી, આ નિયમોને તડકે મૂકી દીધા

Last Updated on June 2, 2021 by pratik shah

મૉડર્ના અને ફાઈઝરની કોરોના રસીને વહેલી તકે ભારતમાં ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકાર હવે તેમની શરતો માનવા તૈયાર છે. ડીજીસીઆઈએ કહ્યું કે, જો આ કંપનીઓને મોટા દેશમાં અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે તો પછી બંને વેક્સિન માટે ભારતમાં લોન્ચિંગ બાદ બ્રિજ ટ્રાયલની જરૂર નહીં રહે. જોકે કેન્દ્ર સરકારે વેક્સિનના ઉપયોગ બાદ ગંભીર સાઈડ ઈફેક્ટ મામલે વળતર કે અન્ય બાબત માટે જવાબદાર ના ઠેરવવાની શરત પર કોઈ નિર્ણય લીધો નથી.

શરતની ઘણી મોટી અસર થશે

આ શરતની ઘણી મોટી અસર થશે, પરંતુ તેની પર વહેલી તકે નિર્ણય લેવામા આવે તેવી શક્યતા છે. વેક્સિનેશન માટેના એક્સપર્ટ ગ્રૂપે આ વિદેશી વેક્સિન મુદ્દે કહ્યું કે,‘અમેરિકા, બ્રિટન, યુરોપ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જે વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી હોય અને જે કરોડો લોકોને આપવામા આવી હોય તે વેક્સિનની દરેક બેચને ભારતમાં મંજૂરી મળ્યા બાદ લેબમાં તપાસ માટે મોકલવાની જરૂર નથી.

બેચ સર્ટિફાઈડ કરવામા આવી હોય તે જરૂરી

વેક્સિન

જોકે જે દેશમાં વેક્સિન આવતી હોય ત્યાંની એજન્સીથી બેચ સર્ટિફાઈડ કરવામા આવી હોય તે જરૂરી છે.’ કેન્દ્ર સરકાર 2021ના અંતસુધીમાં તમામ લોકોને વેક્સિન લગાવી દેવામાં આવશે તેવો દાવો કરી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વેક્સીનને અમેરિકામાં અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઈમજરન્સી યુઝ માટે મંજૂરી આપી છે તેમણે ભારતમાં અલગથી દર્દીઓ પર ટ્રાયલની કાર્યવાહી કરવી નહીં પડે.

સીમિત સંખ્યામાં પણ ભારતીય વોલિએન્ટિયર્સ પર તેની મેડિકલ ટ્રાયલ જરુરી

અત્યાર સુધી ભારત સરકારની શરત પ્રમાણે કોઈ પણ વિદેશી કંપનીએ ભારતમાં જો પોતાની રસીને માર્કેટમાં મુકવી હોય તો સીમિત સંખ્યામાં પણ ભારતીય વોલિએન્ટિયર્સ પર તેની મેડિકલ ટ્રાયલ જરુરી હતી. જેથી ભારતમાં રસી અકસીર છે કે નહીં તે જાણી શકાય. જોકે આ નિયમમાંથી વિદેશી કંપનીઓને મુક્તિ આપવામાં આવી છે.

ભારતમાં ટ્રાયલમાંથી મુક્તિ માંગી

ઉલ્લેખનીય છે કે, મોડર્ના અ્ને ફાઈઝર કંપનીઓએ ભારતમાં ટ્રાયલમાંથી મુક્તિ માંગી હતી પણ આ બાબતે અત્યાર સુધી ભારત સરકારે કોઈ નિર્ણય લીધો નહોતો. હવે આ કંપનીઓને રાહત આપવામાં આવી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, જે રસીનો ઉપયોગ પહેલા જ લાખો લોકો પર થઈ ચુકયો છે તેને ટ્રાયલમાંથી છુટ આપવામાં આવી છે. જોકે આવી રસી જે પહેલા 100 લોકોને મુકવામાં આવશે તેમના પર સુરક્ષાના કારણોસર સાત દિવસ સુધી નજર રાખવામાં આવશે.

કોરોના

સરકાર પહેલાં પણ દાવો કરી ચુકી છે કે, જુલાઈ ઓગસ્ટ સુધીમાં રોજ એક કરોડ લોકોને વેક્સીન મુકવાનું લક્ષ્ય છે અને ડિસેમ્બર સુધીમાં પુખ્ત વયના તમામ લોકોને વેક્સીન મુકવાનું લક્ષ્ય પૂરૂ કરવામાં આવશે. જોકે આ લક્ષ્ય સામે સૌથી મોટું વિઘ્ન રસીના સપ્લાયનું છે અને હવે સરકારે તેના કારણે જ વિદેશી કંપનીઓ માટેના નિયંત્રણો હળવા કર્યા છે. એપ્રિલ અને મે મહિનામાં 2.27 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે અને જેમની નોકરી ગઈ છે તેમને નવી નોકરી મેળવવામાં તકલીફ પડી રહી છે. કારણ કે અનઓર્ગેનાઈઝડ સેક્ટર કરતા ઓર્ગેનાઈઝડ સેક્ટરમાં સારી નોકરીઓની તકો ઉભી થવામાં સમય લાગતો હોય છે.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!