GSTV

અગત્યનું / મોર્ડનાના સીઇઓએ આપ્યું એક મોટું નિવેદન, નવા વેરિએન્ટ્સ પર અસરકારક રસી બનાવવામાં લાગી શકે છે મહિનાઓ

Last Updated on November 30, 2021 by GSTV Web Desk

ઓમીક્રોન વેરિએન્ટ પર મોર્ડનાના સીઇઓએ એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા વેરિએન્ટ પર હાલની રસી ઓછી અસરકારક છે અને મોર્ડના અનુસાર નવી રસી બનાવવામાં ઘણો સમય લાગશે. ડ્રગમેકર મોર્ડનાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હાલની વેક્સિન ઓમીક્રોન કોવિડ વેરિએન્ટમાં ઓછી પણ અસરકારક સાબિત થતી હોવાના કારણે ઇક્વિટી બજારોમાં વેચાણ થયું છે અને તેલના ભાવ નીચા છે. તેમણે ચેતવણી પણ આપી હતી કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોટા પાયે નવા વેરિએન્ટ્સ પર અસરકારક રસી બનાવવામાં મહિનાઓ લઈ શકે છે.

ફાર્મા કંપની મોડર્નાના સીઈઓ સ્ટીફન બૈન્સલેનું કહેવું છે કે, આ સમયે ઉપલબ્ધ વર્તમાન કોરોના વિરોધી રસી ઓમિક્રોન વેરિએન્ટ સામે ઓછી અસરકારક નિવડી શકે છે. તેમણે એ ચેતવણી પણ ઉચ્ચારી કે ફાર્માસ્યૂટિકલ કંપનીઓને નવા વેરિએન્ટની સામે મોટા પાયે અસરકારક વેક્સિન બનાવવામાં મહિનાઓ લાગી શકે છે. તેમણે આગળ કહ્યું કે હું હજુ તે નથી જાણતો કે કેટલી મુશ્કેલી પડશે કારણકે, આપણે હજુ સંપૂર્ણ ડેટાની રાહ જોવી પડશે પરંતુ, મે જે વૈજ્ઞાનિકો સાથે વાત કરી હતી તેમણે કહ્યું હતું કે, “આ નવા વેરિએન્ટનું આગમન અમારા માટે સારા સમાચાર નથી.”

આ સમય દરમિયાન અન્ય બજારોમાં ઘટાડાને કારણે ભારતીય બજારમાં સેન્સેક્સ 900 પોઇન્ટથી વધુ વધ્યા બાદ નકારાત્મક ક્ષેત્રમાં ગયો હતો. જાપાનમાં બેન્ચમાર્ક નિક્કેઈ 225 ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એસએન્ડપી ૫૦૦ ફ્યુચર્સ પણ શરૂઆતી બઢત ગુમાવી હતી. સ્ટેફેન બેન્કેલે જણાવ્યું હતું કે, સ્પાઇક પ્રોટીન પર ઓમીક્રોન મ્યુટેશન વાયરસ દ્વારા માનવ કોશિકાઓના ચેપ અને દક્ષિણ આફ્રિકામાં વેરિએન્ટ્સના ઝડપી ફેલાવાએ સંકેત આપ્યો છે કે વર્તમાન રસીમાં આવતા વર્ષે ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.

મોર્ડનાના સીઈઓની ટિપ્પણી બાદ નવા કોવિડ-19 વેરિએન્ટના ફેલાવાને ઘટાડવા માટે મુસાફરી પ્રતિબંધો લાદતા દેશોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સોમવારે જણાવ્યું હતું કે તેના ચેપમાં વધારો થવાનું જોખમ ઘણું વધારે છે. આ સમાચારને કારણે તેલના ભાવમાં ઘટાડો થયો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.82 ડોલર એટલે કે 2.5 ટકા ઘટીને 71.62 ડોલર પ્રતિ બેરલ થયો હતો.

corona-new-variant

અન્ય બજારો ઉપરાંત શુક્રવારે તેલના ભાવમાં લગભગ 12 ટકાનો ઘટાડો થયો હતો કારણકે, ઓમીક્રોનના વધારાથી નવા લોકડાઉન અને તેલની ઘટતી માંગ અને વૈશ્વિક વૃદ્ધિની આશંકા વધી હતી. એક અહેવાલ મુજબ ડબ્લ્યુએચઓએ સોમવારે કહ્યું હતું કે ઓમાઇક્રોન ચેપ વધવાનું જોખમ વધારે લાગે છે અને ઘણા દેશોએ મુસાફરી પરના પ્રતિબંધો કડક બનાવ્યા છે. જો કે તે હજી પણ અસ્પષ્ટ છે કે નવું વેરિએન્ટ કેટલું જોખમી છે અને શું તે હાલની રસીને નિષ્ક્રિય કરી શકે છે.

Read Also

Related posts

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!