GSTV

તંત્ર એલર્ટ/ તાઉ-તે વાવાઝોડાના પગલે એસટી વિભાગ સજ્જ, 30 બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી

તાઉ-તે

Last Updated on May 17, 2021 by Bansari

તાઉ-તે વાવાઝોડાના પગલે મોરબી તંત્ર પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. મોરબી એસટી ડેપો દ્વારા 30 બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો 5 ડ્રાયવર અને 5 કંડકટર પણ સેટન્ડ બાય રાખવામાં આવ્યા છે. લાંબા રૂટ પર ચાલતી એસટી બસોને જો કોઈ ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક નજીકના ડેપોમાં બસ થોભી દેવાની અને તાત્કાલિક જેતે ડેપોને જાણ કરવાની સૂચના અપાઇ છે.

હવામાન વિભાગે વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂક્યું

તાઉતે વાવાઝોડું રાજયના દરિયાકિનારે ટકરાવાની ઘડીઓ ગણાઇ રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડાને અતિગંભીર કેટેગરીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વાવાઝોડાને કેટેગરી ચારમાં રાખવામાં આવ્યું છે અને આ કેટેગરીમાં  225થી 279 કિમી ઝડપે પવન ફૂંકાય છે. વાવાઝોડુ હવે અતિ તીવ્ર કેટેગરીમાં તબદીલ થઇ ચૂક્યુ છે.હવે આ વાવાઝોડુ ર૧૦ કિલોમીટર સુધીની અતિઘાતક સ્પીડે ત્રાટકી શકે છે.  રાતે  આઠથી ૧૧ વાગ્યાની આસપાસ આ વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે. કેટલાંક વિસ્તારમાં બસો દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાતમાં 25 વર્ષ બાદ દરિયાકિનારે 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

તાઉ-તે

હવામાન વિભાગે તાઉ-તે વાવાઝોડાને લઇને રેડ મેસેજ જારી કર્યો

હવામાન વિભાગે તાઉ-તે વાવાઝોડાને લઇને રેડ મેસેજ જારી કર્યો છે. આ વાવાઝોડુ હવે વેરાવળથી માત્ર ર૬૦ કિમી દૂર છે. જ્યારે દીવથી માત્ર રર૦ કિમિ દૂર આ વાવાઝોડુ રહ્યુ છે.આ વાવાઝોડુ ૧પ કિમીની ઝડપે આગળ વધી રહ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન દરિયાઇ પટ્ઠીના તમામ જિલ્લામાં વરસાદની પ્રબળ શક્યતા છે. જ્યારે રાજ્યના કુલ  15 જિલ્લામાં ૧૭પથી ર૧૦ કિમી સુધીન ઝડપે પવન ફૂંકાવાને લઇને સૌ કોઇએ સાવચેત રહેવા તાકીદ કરાઇ છે.

ગુજરાતમાં 1.50 લાખ લોકોનું કરાયું સ્થળાંતર

ગુજરાત પર તાઉ-તે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે તેવામાં દરિયાકાંઠાના વિસ્તારના રવિવાર રાત સુધીમાં સુધીમાં દોઢ લાખ લોકોને સલામત ખસેડાયા છે.  બપોર સુધી ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. હાલ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી.ના અંતરે છે. ૧૮મી મેના રોજ સંભવિત અસરગ્રસ્ત ૧૫ જિલ્લામાં ૭૦ થી ૧૭૫ કિ.મી.ની પવનની ગતિ રહેવાની સંભવાના છે.  આ ઉપરાંત વાવાઝોડાની દસ્તક પહેલા તંત્ર પણ સજ્જ બન્યું છે.  રેસ્કયુ કામગીરી માટે સંબંધિત જિલ્લાઓમાં ૪૪ NDRFની ટીમ ફાળવવામાં આવી છે. તથા ૬ SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડા

કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ નાગરિકોને સ્થળાંતરીત કરાયા

અગત્યનું છે કે આશ્રયસ્થાનો પર કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ નાગરિકોને સ્થળાંતરીત કરાશે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ‘‘તાઉ-તે’’ સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને મોનિટરિંગ હેઠળ આગોતરા આયોજનના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ હજારથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે અને મોડી રાત સુધીમાં ૧.૫૦ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. આ માટે તમામ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને જરૂરી વ્યવસ્થાઓ કરવા સૂચનાઓ આપી દેવાઈ છે.

Read Also

Related posts

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah

સક્સેસ સ્ટોરી / પિતા શેરી-શેરીમાં જઈને વહેંચતા હતા કપડાં, પુત્રએ આઈએએસ બનીને બદલ્યું પિતાનું જીવન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!