GSTV

કોંગી ધારાસભ્ય સાબરિયાની ધરપકડ મામલે 80 કરોડની ઓડિયો ક્લિપનું શું છે રાઝ?

Last Updated on October 29, 2018 by Mayur

મોરબીમાં નાની સિંચાઈ કૌભાંડમાં કોંગી ધારાસભ્ય પરષોત્તમ સાબરિયાની ધરપકડના વિરુદ્ધમાં કોંગ્રેસે પ્રતિક ધરણાં શરૂ કર્યા. અને થોડા સમય અગાઉ પ્રદિપસિંહ-જેરામ બાપાના વાયરલ ઓડિયો ક્લિપને હથિયાર બનાવી તેમની સામે ફરિયાદ નોંધવાની તૈયારી શરૂ કરી છે.

લાંચ પ્રકરણમાં ધારાસભ્ય સાબરિયાની છબી ખરડવાના મામલે કોંગી નેતાઓએ એ-ડિવિઝન પોલીસ મથક બહાર પ્રતિક ધરણા કર્યા હતા. ત્યારે કોંગ્રેસે ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ અને જેરામ બાપા વચ્ચેની 80 કરોડની પટાવત વાળી ઓડિયો ક્લિપ મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ ખરી છે. આજના ધરણામાં ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા અને મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા પણ જોડાયા.

સિંચાઈ કૌભાંડમાં લાંચ લેતા ઝડપાયેલા ધ્રાંગધ્રાના ધારાસભ્યે પરષોત્તમ સાબરિયાની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ સમગ્ર ઘટનાને રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર ગણાવ્યુ છે. અને તે માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. આજે કોર્ટેમાંથી ફરી કસ્ટીડીમાં લઈ જવામાં આવતા હતા. ત્યારે તેઓએ જણાવ્યુ કે મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાનું ષડયંત્ર છે.

Related posts

મેઘ મલ્હાર/ રાજ્યમાં વરસાદ બાદ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ, ગુજરાતના આ મિનિ કાશ્મીરમાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

Bansari

હવે સાચવજો/ ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં અને કેટલાં કેસ નોંધાયા

Bansari

ફફડાટ/ ભઠ્ઠીઓ વધારાવાની સાથે 5 હજાર કિલો લાકડાનો સ્ટોક, કોરોનાની ત્રીજી લહેર પહેલા સ્મશાનગૃહોનું આગોતરુ આયોજન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!