GSTV

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી રહેતા બાળકોને ખેસ પહેરાવી સભામાં બેસાડી દેવાયા

આઠ બેઠકની પેટાચૂંટણીને લઈને નેતાઓ ભલે પ્રચારનો ધમધમાટ બોલાવે પરંતુ ચૂંટણીને લઈને જનતા નિરુત્સાહી દેખાય છે. મોરબીમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની સભાનો ફિયાસ્કો જોવા મળ્યા. મોરબીના મહેન્દ્રનગર ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાની સભામાં 200 લોકો પણ એકઠા ન થતા ખુરશીઓ ખાલી જોવા મળી અને જંગી મેદની દેખાડવા બાળકોને પણ ખેસ પહેરાવીને સભામાં બેસાડી દેવાયેલા જોવા મળ્યા.

હાર્દિક પટેલે ભાજપને આડે હાથે લીધી

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોરબીના જેતપરમાં સભા સંબોધી ભાજપને આડે હાથે લીધી. તેણે જનસભામાં બ્રિજેશ મેરજા પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 2017ની ચૂંટણીમાં સિંહને હરાવી શિયાળને જીતાડયો એ આમારી ભૂલ છે. હાર્દિક પટેલે કાંતિલાલ અમૃતિયાનાની ટિકિટ કાપી એમની રાજકીય કારકિર્દી પતાવી દેવાનો ભાજપ પર આક્ષેપ કર્યો.. બ્રિજેશ મેરજાએ 20 કરોડ રૂપિયામાં પોતાનો સોદો કરી ભાજપમાં ભળી મતદારો સાથે દગો કર્યો છે. આ સાથે હાર્દિકે મોરબીની બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

READ ALSO

Related posts

ખુશખબરી! આ એપ થકી 8 હજારથી વધારે લોકોને મળી નોકરી, તમે પણ કરી શકશો પ્રયાસ

Ankita Trada

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!