GSTV

મોરબીમાં તાઉ તે વાવાઝોડાની તબાહી, ભારે પવનોથી હોડિંગ્સ ઉડ્યા, ઝાડ ઉખડ્યા…તંત્ર થયું સાબદું

Last Updated on May 18, 2021 by Harshad Patel

રાજ્યમાં તાઉ તે વાવાઝોડાની મોટી અસરો જોવા મળી રહી છે. મોરબી જિલ્લામાં પણ તાઉતે વાવાઝોડાની અસર ચાલુ થઈ ગઈ છે. કંન્ટ્રોલ રૂમ તાત્કાલિક ઉભા કરી દેવાયા છે. જ્યાંથી હાલ તમામ પરિસ્થિતિઓનું મોનિટરિંગ થઈ રહ્યું છે. મોડી રાતથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં બાગાયતી પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયાનો અંદાજો સેવાઈ રહ્યો છે.

ગઈકાલ રાતથી પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો

મોરબીમાં ભારે પવનને લીધે કેટલાય વિસ્તારોમાં હોડિંગ્સ પડ્યા છે. ગઈકાલ રાતથી પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. કેટલાય વિસ્તારોમાં હોડિંગ્સ પડવા સાથે વૃક્ષો પડીગયાની માહિતી મળી રહી છે. મોરબીમાં વહિવટી તંત્ર દ્વારા હાલ હોડિંગ્સ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. મોરબી વિસ્તારમાં દાડમ, લીંબુ, ખારેકના બગીચાઓ વિકસી રહ્યા હતા. જેને નુકસાન થવાની ભીતિ છે. અરબ સાગરમાંથી ઉઠેલું તૌકતે વાવાઝોડું 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી સોમવારે રાતે 8:00 કલાકે ગુજરાતના કિનારે અથડાયું હતું. વાવાઝોડાના કારણે કર્ણાટક, ગોવા, કેરળ અને મહારાષ્ટ્રમાં 18 લોકોના મોત થયા હતા. વાવાઝોડાએ મહારાષ્ટ્રમાં 6 લોકોનો ભોગ લીધો હતો અને ચારેય રાજ્યોમાં હજારો ઘરોને નુકસાન થયું હતું. આ તરફ ગુજરાતમાં 1.5 લાખ કરતા પણ વધારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તાઉ તે વાવાઝોડાને પગલે અમરેલી, ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. અમરેલીના બગસરામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે કે સાવરકુંડલામાં 6 ઇંચ, ખાંભામાં 4 ઇંચ વરસાદ વરસ્યો. બીજી તરફ ઊનામાં 10 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિત સર્જાઇ. જ્યારે કે ગીર ગઢડામાં 7 ઇંચ વરસાદ વરસ્યો. ભાવનગરના પાલીતાણામાં 6 ઇંચ અને મહુવામાં 5 ઇંચ, અમરેલીના સાવર કુંડલામાં સાડા છ ઈંચ, ખાંભામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો. રાજુલા અને બાબરામાં 5-5 ઈંચ વરસાદ પડ્યો. ગીર ગઢડામાં સાડા સાત ઈંચ તો ઉમરગામમાં પણ સાડા સાત ઈંચ વરસાદ પડ્યો હતો.

ગીર સોમનાથના તાલાલાના ઘુંસિયાં ગામે વાવાઝોડાના કારણે વૃંદાવન ગીર ગૌશાળાની દિવાલો ધરાશાયી થઇ હતી. વાવાઝોડાના કારણે મકાનોના પતરા પણ ઉડી ગયા હતા.તો ખેડૂતોને પણ કેરીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે.

ભરૂચા વાલિયામા તાઉ-તે વાવાઝોડાથી વ્યાપક નુકશાન થયું છે. ભારે પવનના કારણે કેળ અને પપૈયાના ઉભા પાક જમીન દોસ્ત થયા છે. તેથી ફળોની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

જૂનાગઢમાં પણ તાઉ તે તારાજી સર્જી છે.ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. ભારે પવનથી ખજૂરી સહિતના અને વૃક્ષો જમીન દોસ્ત થઇ ગયા હતા. વિનાશકારી આફતથી લોકોનું જનજીવન પણ ખોરવાયું છે. કેટલાક મકાનોના પતરાં પણ ઉડી ગયા હતા. વાવાઝોડાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો.

સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ધોધમાર વરસાદ સાથે પવન ફૂકાયો હતો.વેરાવળ કોડીનાર હાઈવે પર આવેલી દુકાનોના પતરા ઉડી ગયા હતા.તેમજ મોટી સંખ્યામાં વૃક્ષો ઘરાશાઈ થયા હતા. મધરાત્રીથી વીજ પુરવઠો ખોરવાયો હતો અને તાલુકામાં મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળ્યુ હતું.

નવસારી તાલુકાના ઉભરાટ-મરોલી રોડ ઉપર ભારે પવન ફૂંકાતા રસ્તા પર વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા શ્રમજીવીઓએ બનાવેલા ઝુપડાઓને નુકસાન થયુ. તો બીજી તરફ નવસારીના ગણદેવી, ચીખલી, જલાલપોર તાલુકામાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ પડ્યો. જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. જેથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. જેને દૂર કરવા એનડીઆરએફની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari

વિધાનસભા સત્ર પહેલા મળી ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Pritesh Mehta

વાયરલ વીડિયો / સ્ત્રી પર આવ્યું મોર્ડર્ન ભૂત! તાંત્રિકને જે પણ કહ્યું તે સાંભળીને તમે પણ થઇ જશો લોટપોટ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!