GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મોરબી : સતત બીજા દિવસે આઈટી વિભાગની દરોડાની કાર્યવાહી 50 કરોડનું સાહિત્ય જપ્ત કરાયું

મોરબીમાં કોરલ સીરામિક ઉદ્યોગકારોને ત્યાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સતત બીજા દિવસે પણ આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. આઈટી વિભાગને 2 કરોડ 50 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. આઈટી વિભાગે 25 જેટલા બેંક લોકરને સીલ કર્યા. આ ઉપરાંત 50 કરોડથી વધુનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ છે.

આઈટી વિભાગને કોરલ સિરામીક ગ્રુપ સહીત પાંચ પેઢીના 38 સ્થળો પર આઈટી વિભાગના સર્ચમાં અનેક બેનામી વ્યવહારો મળી આવ્યા છે. આઇટીના 200 અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલા સર્ચ દરમ્યાન પરપ્રાંતીય રાજ્યોમાં મોટા પાયે બિલ વગર સિરામિક ટાઇલ્સનું વેચાણ કરી બે નંબરનો વેપાર થતો હોવાનું સામે આવ્યું છે.

કોરલ ગૃપ દ્વારા સિરામિક ટાઇલ્સનો સૌથી વધુ વેપાર મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને દિલ્હી સહિતના રાજ્યોમાં થતો હોવાનું ખૂલ્યું છે. બિનહિસાબી વ્યવહારોનું પ્રમાણ ઘણું મોટું હોવાથી કરચોરીનો આંકડો હજુ વધી શકે છે. આઇટી વિભાગના દરોડાને પગલે મોરબીના સિરામિક યુનિટમાં ફફડાટ ફેલાયો છે.

READ ALSO

Related posts

પીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો નહીં મળે લાભ, આ છે નિયમો

Dilip Patel

કોરોના ક્રાઈસીસની દેખાઈ અસર, રેલ્વેએ નવી ભરતી ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

IPL 2020ને લઇને આવ્યા મોટા સમાચાર: ભારત નહીં પણ આ બે દેશોમાં યોજાઈ શકે છે ટુર્નામેન્ટ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!