GSTV

મોરબીમાં થયેલ પતિની હત્યા મામલે મોટો ખુલાસો, વધુ 4 લોકોના નામનો થયો ખુલાસો

Last Updated on March 6, 2021 by Pritesh Mehta

મોરબીના કાંતિનગર ગામે શૈલેષ અંગેચણીયાની તેની પત્ની યાસ્મીને તેને પ્રેમી જુમા સાંજણ માજોઠી સાથે મળીને હત્યા કરીને લાશ જમીનમાં દાટી દીધાના ચકચારી બનાવની પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા આ હત્યામાં કુલ ચાર વ્યક્તિની સંડોવણી બહાર આવી છે.. પોલીસના જણાવ્યા મુજબ યુવાનની પત્નીએ કાવતરું ઘડીને તેને બોલાવ્યો હતો. બાદમાં તેના પ્રેમીએ અન્ય બે શખ્સો સાથે મળીને યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મોરબી

આ ચકચારી હત્યાના બનાવમાં પોલીસે મહિલાના પ્રેમી સહિત બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે પત્ની સહિત બે આરોપીઓ હજુ પોલીસની પકડથી દૂર છે.આરોપીઓ જુમાએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, શૈલેષની પત્ની યાસ્મીન ઉર્ફે આરતી પતિનું ઘર છોડીને છેલ્લા એક વર્ષેથી જુમાં સાથે ઘર માંડીને રહેતી હતી. આથી આ બાબતે ઝઘડા થતા બંન્નેએ હત્યાનો પ્લાન બનાવ્યો હતો.

આરોપી જુમાએ પોતાના સાગરીત શાહરુખ મહેબૂબભાઈ અને જુમાંના બનેવી શોએબ ઇબ્રાહિમભાઈ મળીને ત્રણેયે શૈલેષને કાંતિનગર ગામે પોતાના ડેલામાં જઈને બાંધીને ઢોર માર માર્યો હતો. જે બાદ તેની હત્યા કરીને લાશને દાટી દીધી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

એક બે નહીં પરંતુ 100 કરોડનું બિલનું કૌંભાડ ઝડપાયું, DGGIની ટીમે રાજકોટ અને ધોરાજીમાં દરોડા દરમ્યાન એકની કરી ધરપકડ

pratik shah

Desi Jugaad : ખેડૂતે ખેતરમાં લગાવ્યું આટલું જબરદસ્ત ઉપકરણ, જોયા પછી તમે પણ બોલી ઉઠશો ‘ક્યા બાત હૈ’

Vishvesh Dave

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!