GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

ST બસમાં દારૂની હેરાફેરી..! : 132 બોટલ સાથે મોરબીમાં ડ્રાઇવર-કંડક્ટર ઝડપાયા

ગાંઘીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, ૫રંતુ રાજ્યના ખૂણે ખૂણે દારૂની રેલમછેલ જોવા મળી રહી હોવાના કિસ્સા વારંવાર સામે આવે છે. યેનકેન પ્રકારે દારૂના નાના-મોટા જથ્થાની હેરાફેરી થતી હોય છે. ત્યારે હવે દારૂની હેરાફેરી માટે ST બસનો ઉ૫યોગ થતો હોવાનું બહાર આવ્યું છે. મોરબીમાં પોલીસે એક ST બસમાંથી ડ્રાઇવર અને કંડક્ટરને દારૂની હેરાફેરી કરતા ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી છે.

આ કિસ્સાની વિગતો કંઇક એવી છે કે, મોરબીમાં તાલુકા પોલીસે ST બસ મારફતે થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીને આધારે વોચ રાખી હતી. જેમા તપાસ કરતાં મોરબી-છોટાઉદેપુર રૂટની બસ નંબર GJ 18 Z 2594 માંથી 132 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. બસના ડ્રાઇવર અને કંડક્ટર દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવતાં પોલીસે બંનેને ઝડપીને દારૂની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂ કોનો હતો ? ક્યાંથી લાવ્યા છે ? ક્યાં લઇ જવાનો હતો ? કેટલા સમયથી આ ગોરખધંધો ચાલી રહ્યો છે ? વગેરે દિશામાં તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દારૂની હેરાફેરી માટે મોંઘીદાટ લક્ઝરીયસ કારનો ઉ૫યોગ થવા માંડ્યો છે. આ ઉ૫રાંત ટ્રેનમાંથી ૫ણ દારૂ અને ગાંજા જેવા નશાકારક દ્રવ્યો મળી આવ્યા હોવાના અનેક કિસ્સા ભૂતકાળમાં સામે આવ્યા છે. ત્યારે કોઇને શંકા ન જાય અને પોલીસ ચોકી કે ચેકપોસ્ટ સરળતાથી પસાર કરી શકાય તે માટે બુટલેગરોએ હવે ST બસ ઉ૫ર ડોળા નાખ્યા હોવાના આ કિસ્સાથી તંત્ર ચોંકી ઉઠ્યુ છે.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

છેલ્લા પાંચ દાયકાથી બોલિવૂડ અને દર્શકોના દિલો ઉપર રાજ કરે છે શહેનશાહ, આ ફિલ્મોમાં જોવા મળશે અભિનય

Mansi Patel

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભામાં આવતા આ 5 ગામોને લીધા દત્તક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!