GSTV

મોરબીના હળવદમાં ફૂડ પોઈઝનિંગના બનાવો વધ્યા, માત્ર એક અઠવાડિયામાં 140થી વધુ કેસ નોંધાયા

Last Updated on June 15, 2021 by pratik shah

મોરબીના હળવદમાં ફૂડ પોઈઝનિંગના બનાવો વધતા રહ્યા છે..અને એક જ અઠવાડિયામાં ફૂડપોઈઝનિંગના 140થી વધુ કેસ નોંધાયા છે. સુંદરી ભવાની, રાયધ્રા અને એંજાર ગામમાં ફૂડ પોઈઝનિંગના બનાવ બન્યા છે..તમામ પ્રસંગોમાં હળવદથી ખરીદી કરાયેલા કેરીના રસનો ઉપયોગ થયો હતો..સુંદર ભવાની ગામે શ્રીમંત પ્રસંગ 50 લોકો બિમાર પડ્યા હતા..જ્યારે રાયધ્રામાં પણ ગત 11 તારીખે ફૂડ પોઈઝનિંગના 50 કેસ નોધાયા છે.

એક સપ્તાહમાં પ્રસંગોમાં કેરીનો રસ જમણવારમાં લેવાથી ફુડ પોઈઝિંગની ઘટના

  • હળવદમા ફુડ પોઈઝિંગના સપ્તાહમાં 140થી વધુ કેસ
  • સુંદરી ભવાની,રાયધ્રાઅને એંજારમા બે ઘટનામા 140 થી વધુ લોકોને ઝાડા ઉલ્ટીની અસર
  • સુંદરી ભવાનીમા તા.8 શ્રીમંત પ્રસંગે 50 બિમાર પડ્યાં
  • રાયધ્રામા તા.11 પ્રસંગમા 50 બિમાર પડ્યાં
  • એંજારમા બે જુદાં જુદાં પ્રસંગોમા તા.10 ને 40 લોકોને અસર
  • તમામ પ્રસંગોમાં હળવદથી કેરીનો રસ ખરીદો હતો
  • ફુડ પોઈઝિંગની ઘટનામાં સુંદરી ભવાનીમા આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ વિતરણ
  • એક સપ્તાહમાં પ્રસંગોમાં કેરીનો રસ જમણવારમાં લેવાથી ફુડ પોઈઝિંગની ઘટના
  • છતા પણ ફુડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે સવાલો
  • જવાબદારો સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવા ગ્રામજનોની માંગ

.જ્યારે એંજાર ગામે બે અલગ અલગ પ્રસંગોએ 40 જેટલા ફૂડપોઈઝનિંગના કેસ નોંધાયા છે..એક સપ્તાહમાં તમામ પ્રસંગોમાં કેરીના રસના જમણ બાદ ફૂડપોઈઝનિંગની ઘટના બનવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે..જવાબદારો સામે તપાસ કરી યોગ્ય પગલાં લેવા ગ્રામજનોની માંગ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!