મોરબીની દુર્ઘટના કેસની સુનાવણી બાદ 8 આરોપીઓના જામીન નામંજૂર કર્યા છે. ઝૂલતા પૂલ દુર્ઘટનાના જવાબદાર ઓરેવ કંપનીના મેનેજર સહિત 8 આરોપીના જામીન નામંજૂર કર્યા છે. જો કે 1 આરોપીની જામીન અરજી પેન્ડીંગ રાખવામાં આવી છે. 135 લોકોનો ભોગ લેનાર દુર્ઘટનામાં કોર્ટે આરોપીઓને જામીન નામંજૂર કર્યા તેમજ તમામને જેલ હવાલે કરાયા છે.

ગઈકાલે મોરબી પોલીસ દ્વારા મોરબીની કોર્ટમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં જણાવાયું હતું કે બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલો હતો અને ઢીલા થઇ ગયા હતા. સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ ન્હોતી અપાઇ, તેઓ લેબર કોન્ટ્રાકટર જ હતા. મોરબી બ્રિજ તૂટવાની ઘટનાના દિવસે 3165 ટિકિટ ઈશ્યુ કરવામાં આવી હતી.
READ ALSO
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત
- વનપ્લસ પેડમાં હશે મેગ્નેટિક કીબોર્ડની સુવિધા, જાણો તેની કિંમત કેટલી છે
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ