GSTV

દાંડિયાના નામે ડિંડક / મોરારજી દેસાઈ રાસ રમતાં હોય ફેક વિડીયો વાઈરલ : હકીકતમાં વિડીયો મુંબઈના એક લગ્નપ્રસંગનો છે

Last Updated on October 12, 2021 by Zainul Ansari

નવરાત્રી આવી એટલે સોશિયલ મીડિયા પર રાસ-ગરબાના વિવિધ વિડીયો અપલોડ થઈ રહ્યા છે. પોતાના વિડીયો હોય ત્યાં સુધી તો ઠીક પરંતુ કેટલાક બીજાના ફેક વિડીયો પણ જોવા મળી રહ્યા છે. જેમ કે છેલ્લા થોડાક વર્ષોથી દર નવરાત્રી વખતે એક વિડીયો ફરતો થાય છે. એ વિડીયોમાં મોરારજી દેસાઈ રાસ રમે છે એવું કહેવાય છે. હકીકત એ છે કે વિડીયોમાં રાસ લઈ રહેલા દાદાએ સફેદ કપડાં પહેર્યા છે અને માથે ટોપી છે, એટલા માત્રથી એ મોરારજી દેસાઈ નથી થઈ જતા. એ કોઈ રીતે મોરારજી દેસાઈ જેવા લાગતા પણ નથી.

આ વિડીયો પર 1962માં મોરારજી દેસાઈ ગરબા રમતા હોય એવુ પણ લખ્યું છે. આ વિડીયો મોરારજી દેસાઈના ગામ ભદેલી (વલસાડ પાસે)નો હોવાનું પણ લોકો સાથે લખતા હોય છે. અત્યારે પણ આ વિડીયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોરારજી દેસાઈના નામે ફરી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં ઢોલ અને શરણાઈ વાગી રહ્યા છે. શરણાઈમાં ‘તમે કિયા તે ગામના ગોરી રાજ.. અચકો મચકો કારેલી..’ની ધૂન વાગી રહી છે.

વિડીયો અંગે ફેક્ટ ચેક કરી આપતા પ્લેટફોર્મ બૂમ દ્વારા આ વિડીયોની તપાસ કરવામાં આવી હતી. જેમાં જણાયુ હતું કે વિડીયોમાં મોરારજી દેસાઈ નથી. બૂમની તપાસ મુજબ વિડીયોમાં દાંડિયા લઈ રહેલા વ્યક્તિના નામ કુંવરજી નરસી અને તેમના ભાઈ મુરજી નરસી છે. એ કચ્છના કોઠારા ગામના ઉદ્યોગપતી હતા અને મુંબઈ સ્થાયી થયા હતા. એમના પરિવારે પણ એ વાત સ્વીકારી હતી કે આ વિડીયો પોણા ત્રણેક દાયકા પહેલાનો છે અને તેમાં દેખાતા મહાનુભાવો મોરારજી દેસાઈ નથી, અમારા વડીલો છે. વળી વિડીયો નવરાત્રીનો નથી, મુંબઈમાં યોજાયેલા લગ્ન વખતનો છે. તો બીજી તરફ મોરારજી દેસાઈના પૌત્ર મધુકેશ્વર દેસાઈએ પણ કહ્યુ હતું કે વિડીયોમાં દેખાય એ મારા દાદા મોરારજીભાઈ નથી.

પ્રેસ ઈન્ફર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક વિભાગે પણ આ વિડીયોની તપાસ કરી મોરારજી દેસાઈ ન હોવાની વાત સ્વિકારી હતી. લોકો જોકે દર વર્ષે વિડીયોને મોરારજી દેસાઈના નામે ફોરવર્ડ કરતા રહે છે અને હજુ પણ એ સિલસિલો અટકે એવી શક્યતા ઓછી છે.

Read Also

Related posts

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

pratik shah

BIG BREAKING / સેશન્સ કોર્ટનો સૌથી મોટો ચુકાદો, સાંતેજ દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ

Dhruv Brahmbhatt

બાપ રે! Omicronના ખતરા વચ્ચે લંડન-એમ્સટર્ડમથી દિલ્હી પહોંચેલા 4 પેસન્જરોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ આઈસોલેશનમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!