GSTV

દાનનો ધોધ વહ્યો: મોરારી બાપૂની એક હાકલ પર ભક્તોએ કરી દીધો રૂપિયાનો ઢગલો, 5 કરોડમાં દાનની સામે મળ્યા 18 કરોડ રૂપિયા

ખ્યાતનામ કથાવાચક મોરારી બાપૂએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 18.61 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તેમણે એવી ઈચ્છા જાહેર કરી હતી કે, રામ મંદિર માટે પાંચ કરોડ રૂપિયા આપવા માગે છે. પિથોરિયામાં ઓનલાઈન કથા દરમિયાન તેમણે અપીલ કરી હતી, જોત જોતામાં તેમની પાસે 18.61 કરોડ રૂપિયા એકઠા થયા હતા.

18 કરોડ રૂપિયા મળ્યા દાનમાં

મોરારી બાપૂની અપીલની જોરદાર અસર થઈ હતી. દેશ અને દુનિયામાં બેઠેલા તેમના સમર્થકો અને પ્રશંસકોએ 18.61 કરોડ રૂપિયા એકઠા કરી આપ્યા હતા. જેમાંથી 11.30 કરોડ રૂપિયા ફક્ત ભારતમાંથી જ આવ્યા છે. જ્યારે બાકીના પૈસા વિદેશમાંથી દાનના રૂપમાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, રામમંદિર નિર્માણ માટે બુધવારના રોજ ભૂમિ પૂજન અને શિલાન્યાસ પ્રસંગ અયોધ્યામાં યોજાઈ ગયો. હવે ટૂંક સમયમાં જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય શરૂ થશે.

એફસીઆરએની મંજૂરીની રાહ


દાનના રૂપમાં યુકે અને યુરોપથી 3.21 કરોડ રૂપિયા અને અમેરિકા, કેનેડા અને અન્ય દેશોમાંથી 4.10 કરોડ રૂપિયા એકઠા થયા છે. કહેવાય છે કે, એફસીઆરએની મંજૂરી મળ્યા હાદ આ પૈસા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટને દાનમાં આપવામાં આવશે. આપ એ પણ જાણતા હશો કે, વિદેશમાંથી આવતા દાન માટે મંજૂરી લેવી પડે છે.

આપને જણાવી દઈએ કે, મોરારી બાપૂ રામકથા વાચક છે અને તેમના સમર્થકોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપેલા છે. તેઓ 14 વર્ષની ઉંમરથઈ રામ ચરિત માનસનો પાઠ કરી રહ્યા છે. હાલમાં જ એક કથા દરમિયાન એક પ્રસંગને લઈ તેઓ વિવાદમાં ફસાયા હતા.

READ ALSO

Related posts

રાજ કપૂર જીવતા હોત તો કરીના કપૂરની આ ઇચ્છા પૂરી થઈ હોત, જાણો ‘સિધ્ધિમા’ની ઇચ્છા

Ankita Trada

6 વર્ષમાં ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓએ ગુજરાત માટે શું કર્યું?, ખેડૂતોને મળ્યું માત્ર ફદિયું

Karan

પંજાબ- હરિયાણા બાદ હવે કૃષિ બિલનો ગુજરાતમાં પણ વિરોધ, આમ આદમી પાર્ટીએ સરકાર સામે ફૂક્યું રણશીંગુ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!