અફ્ધાનિસ્તાન સામે શમીની હેટ્રિક પર આખો દેશ ખુશ છે, બીજી તરફ શમીની પત્ની હસીન જહાંને તેની કામયાબી પસંદ ન આવી તેમના વોટ્સઅપ ગૃપ પર કોઈ પ્રશંસક દ્વારા શમીની ફોટો મુકવા પર હસીન ભડકી ગઈ તેણે અપશબ્દો લખતા કમેન્ટ કરી કે મારા ગૃપમાં આવા — ફોટો ન મુકો. તેના આવા વ્યવ્હારથી સોશિયલ મીડિયા પર જાત-જાતની કમેન્ટ આવવાની શરૂ થઈ ગઈ.

બોલી કુતરાની ફોટો મારા ગ્રૃપ પર ના મુકો
એક સમર્થકે મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંના વોટ્સએપ ગ્રૃપ પર પણ શમીના ફોટો નાખ્યા હતા. તેણે કહ્યું કે આ —ની ફોટો મારા ગ્રૃપમાં ન મુકો હસીને તેના એક સમર્થકને બ્લોક કરવાની ધમકી પણ આપી. કેટલાંક લોકોનુ એવુ માનવુ છે કે તેમણે આ પ્રકારની ભાષા ન વાપરવી જોઈએ. મહત્તવનુ છે કે લગભગ દોઠ વર્ષ પહેલા હસીન જહાંએ શમી અને તેના પરિવારજનો વિરૂદ્ધ કોલકતામાં દહેજ અને શોષણનો પણ કેસ નોંધાવ્યો હતો.

હસીને કરી સ્પષ્તા
મોહમ્મદ શમી માટે — શબ્દો પ્રયોગ કરવા પર હસીન જહાંએ જણાવ્યુ કે જ્યારે શમી કઈ ન હતા ત્યારે તેના માટે માત્ર દુઆઓ કરી પણ દરેક મુશ્કેલમાં તેમનો સાથ આપ્યો. જ્યારે તે ઉંચાઈઓ પર પહોંચ્યો તો મને અડધી રાત્રે મારી છોકરી સાથે ઘરની બહાર કાઢી નાખી. અમને તેની ઉંચાઈઓથી ઈર્શા નથી થતી પણ જેવી રીતે— કોઈ ચરિત્ર નથી હોતુ તેવી રીતે શમીનું પણ કોઈ ચરીત્ર નથી. તેના સબુત મારી પાસે છે.

જેવા વિચાર, તેવા શબ્દો
શમીના ભાઈ મોહમ્મદ હસીબે કહ્યું કે ક્રિકેટ મેચ દ્વારા શમીનું દેશ માટે શું યોગદાન રહ્યું તે આખો દેશ જાણે છે. જ્યારે સફળતા દેશના સમ્માન સાથે જોડાયેલી હોય ત્યારે વ્યક્તિગત બાબતોને લઈને ખરાબ ભાષનો પ્રયોગ કરવો સારી વાત નથી. જેની જેવી વિચારધાર હોય તેવા શબ્દો હોય છે.
READ ALSO
- સિંગતેલના ભાવમાં ભડકો, ખાદ્યતેલના ભાવ વધવાના આ છે કારણો
- એરટેલના આ ગ્રાહકોને મળી રહ્યું છે રૂપિયા 1,000 નું ડિસ્કાઉન્ટ, ઓફર માત્ર આજ માટે જ
- 15 લાખથી 34 લાખ રૂપિયા મળશે પગાર, આ કંપનીને ભારતમાં જરૂર છે સ્માર્ટ યુવાનોની
- મોદી સરકારને સૌથી મોટો ઝટકો : અંગત અર્થશાસ્ત્રીએ કહ્યું કે મંદી નથી, બહુ ગંભીર મંદી છે
- બળાત્કારીઓને જલદી સજા મળે માટે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, ડેડલાઈન થઈ આ જાહેર