GSTV
AGRICULTURE ગુજરાત ટોપ સ્ટોરી

વાવણીમાં ખેડૂતોનો હરખ! આ વર્ષે મગફળી કરતા કપાસનું વાવેતર વધવા એંધાણ, ૭૮ ટકા વાવણી રાજ્યના ચાર ઝોન પૈકી માત્ર સૌરાષ્ટ્ર ઝોનમાં થઈ

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ તો હજુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠે પહોંચ્યું છે ત્યાં પ્રિમોન્સૂન વરસાદ સાર્વત્રિક વરસતા ખેડૂતોએ ઉત્સાહભેર વાવણી કરી છે. તા.૬ જૂન સુધીમાં ૮૫,૮૯૭ હે. બાદ તા.૧૩ જૂન સુધીના એક સપ્તાહમાં જ ૧.૬૭ લાખ હેક્ટર સહિત રાજ્યમાં કૂલ ૨,૫૩,૦૨૯ હેક્ટરમાં વાવણી થઈ છે. જેમાં ૭૮ ટકા વાવણી રાજ્યના ચાર ઝોન પૈકી માત્ર સૌરાષ્ટ્ર ઝોનમાં થઈ છે જે કલ ૧.૯૯ લાખ હેક્ટર છે. 

રાજ્યમાં કૂલ ૨.૫૩ લાખ હે.પૈકી ગત સપ્તાહમાં ૧.૬૭ લાખ હેક્ટરમાં થઈ વાવણી, ૨.૩૩ લાખ હે.માં માત્ર મગફળી,કપાસ

  • પ્રિમોન્સૂન વરસાદમાં સૌરાષ્ટ્રમાં ખરીફ પાકોના વાવેતરનોં ધમધમાટ શરૂ
  • અત્યાર સુધીમાં કપાસનું સર્વાધિક વાવેતર સુ.નગર, મગફળીનું જુનાગઢ જિ.માં

રોકડિયા ખરીફ પાક મગફળી અને કપાસના વાવેતરનો આરંભ

ખેડૂતોએ મુખ્યત્વે રોકડિયા ખરીફ પાક મગફળી અને કપાસના વાવેતરનો આરંભ કરી દીધો છે. ૧,૦૦,૨૫૪ હેક્ટરમાં મગફળી અને ૧,૩૩,૦૯૩ હેક્ટરમાં કપાસ જ્યારે અન્ય પાકોમાં ૨૨૦૫ હેક્ટરમાં સોયાબીન, ૭૪૯૦ હે.માં શાકભાજી અને બાકીમાં મગ,તુવેર, મકાઈ, ડાંગરના વાવેતર શરુ થયા છે. 

Buy peanuts

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળી જુનાગઢમાં ૩૨૯ હે., રાજકોટમાં ૧૯૫ હે., જામનગરમાં ૧૨૪, મોરબી જિ.માં ૧૫૩ હે.ની વાવણી

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળી જુનાગઢમાં ૩૨૯ હે., રાજકોટમાં ૧૯૫ હે., જામનગરમાં ૧૨૪, મોરબી જિ.માં ૧૫૩ હે.ની વાવણી થઈ છે જ્યારે કપાસનું વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૨૬ હે., મોરબીમાં ૨૬૫ હે., રાજકોટ જિ.માં ૧૯૦ હે.માં થયું છે. આશ્ચર્યની વાત એ છે કે અમરેલી જિલ્લામાં વ્યાપક વરસાદ પણ વાવેતર છેલ્લા સરકારી અહેવાલ મૂજબ ઓછું છે. સૌરાષ્ટ્રમાં જ્યાં વરસાદી ઝાપટાં સતત વરસતા રહ્યા છે, જમીનમાં બરાબર ભેજ આી ગયો છે ત્યાં ખેડૂતોએ ચોમાસુ સારુ રહેશે તે ગણત્રીએ વાવણી કરી દીધી છે. 

ખેડૂત

જ્યારે દક્ષિણ ગુજરાતમાં માત્ર ૧૪૦૦, મધ્યગુજરાતમાં ૮૪૦૦ અને ઉ. ગુજરાતમાં ૨૦૭૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે.  રાજ્યમાં કુલ ૮૬ લાખ હેક્ટરથી વધુ વાવેતર ચોમાસા દરમિયાન થતું હોય છે.

READ ALSO

Related posts

વિશ્વ બેંકે ભારતના વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડી 6.5% કર્યો, કહ્યું- દેશ પર કોઈ મોટું વિદેશી દેવું નથી

Hemal Vegda

હવામાન એલર્ટ/ ફરી વરસાદની આગાહી, આટલા રાજ્યોમાં દેખાશે ચક્રવાત નોરુની અસર

Hemal Vegda

ઉલટી ગંગા : ભાજપમાંથી આ નેતા કોંગ્રેસમાં જોડાયા, મોરબી જિલ્લાપંચાયત તોડવાની સોંપાઈ જવાબદારી

GSTV Web Desk
GSTV