GSTV
Home » News » ક્રિસ્પી-ક્રિસ્પી મગની દાળ અને પાલકના પુડલા છે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન, નોંધી લો રીત

ક્રિસ્પી-ક્રિસ્પી મગની દાળ અને પાલકના પુડલા છે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન, નોંધી લો રીત

મગની દાળ અને પાલકના ઉપયોગથી બનતા આ પુડલા નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે. તે સ્વાદમાં મસ્ત હોવાથી ઘરમાં નાનાથી લઈ મોટા સૌથી સૌ કોઈને ભાવશે. જો કે ખાસ વાત એ પણ છે કે તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તેથી સવારનો નાસ્તો તમે ફટાફટ બનાવી શકો છો. તો ચાલો નોંધી લો તેની રીત.

સામગ્રી

મગની દાળ, 250 ગ્રામ

દહીં, 1/2 કપ

પાલક, 50 ગ્રામ

કોથમરી, 5 ચમચી

લીલા મરચાં અને આદુંની પેસ્ટ

જીરું, જરૂર અનુસાર

હળદર

નમક

લાલ મરચું

લીંબૂનો રસ

તેલ

રીત

ચારથી પાંચ કલાક માટે મગની દાળને પાણીમાં પલાળવી. ત્યારબાદ દાળને પાણીમાંથી કાઢી અને મીક્ષરમાં પીસી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી તેમાં તેલ સિવાયના દરેક મસાલા અને પાલકની ભાજી ઉમેરો. બધી જ સામગ્રી બરાબર હલાવો અને 5 મિનિટ માટે સાઈડ પર રાખો. ગેસ પર એક નોનસ્ટીક પેનને ગરમ કરવા મુકો અને તેમાં થોડું તેલ લગાવી અને પુડલાનો ઘોળ પાથરો. પુડલાને બરાબર બંને તરફ શેકી લો અને ગરમા ગરમ સર્વ કરો.

Read Also

Related posts

આંખના પલકારે બિલ્ડિંગ હતી ન હતી થઈ ગઈ, જુઓ મુંબઈની ઘટનાની તસ્વીરો

Arohi

પાનનું પત્તું છે કારગર ઔષધ, અંદર વપરાતી વસ્તુઓ પણ મટાડે છે ઘણા અસાધ્ય રોગો

NIsha Patel

જાંબલી કેરી ઈન્ટરનેટ પર થઈ રહી છે વાયરલ, ડાયાબિટીઝનાં દર્દીઓ માટે છે અમૃત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!