2019માં ભારતના આર્થિક વિકાસની ઝડપ ધીમી થઈ જશે

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે ગુરૂવારે કહ્યું કે વર્ષ 2018માં ભારતીય અર્થવ્યવસ્થા 7.4 ટકાની ઝડપથી વધશે, પરંતુ આ વિકાસ આગામી વર્ષે 7.3 ટકા થઈ જશે. વ્યાજદરમાં વધારો થયા બાદ બજાર પર પડતી અસરોને તેની પાછળનું કારણ દર્શાવ્યું છે. ‘ગ્લોબલ મેક્રો આઉટલુક 2019-20’ શીર્ષકવાળા પોતાના રિપોર્ટમાં મૂડીઝે કહ્યું, “વર્ષ 2018માં જાન્યુઆરીથી જૂન દરમ્યાન ભારતીય અર્થવ્યવસ્થા 7.9 ટકાની ઝડપથી વધી રહી છે, જે નોટબંધી બાદથી થયું છે.” ઉચ્ચ વ્યાજ દરોમાં વધારાને કારણે મૂડીઝે આશા વ્યક્ત કરી છે કે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) 2019 સુધી બેંચમાર્ક દરમાં હળવો વધારો કરશે.

2019-20માં 7.3 ટકારહેશે જીડીપી

મૂડીઝે પોતાના રિપોર્ટમા કહ્યું, આ ફેક્ટર્સથી આવનારા વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપ પર પ્રભાવ પડશે. વર્ષ 2019 અને 2020 દરમ્યાન જીડીપી ગ્રોથ 7.3 ટકાના દર પર રહી શકે છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રૂપિયામાં નબળાઈ અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઑઈલના ભાવ હાઉસહોલ્ડ કૉસ્ટમાં વધારો થયો છે. જેમાં આગળ પણ વધારો થતો રહેશે. આરબીઆઈ દ્વારા કડક મૌદ્રિક નીતિના કારણે પહેલા જ લોન મોંઘી થઈ ગઈ છે.

વૈશ્વિક ગ્રોથમાં પણઆવશે ઘટાડો

ટૂંકા સમયગાળામાં,નાણાંકીય બજારમાં સુધાર કરવા માટે ઉઠાવેલા પગલાથી ફાયદો તો થશે પરંતુ ક્રેડિટગ્રોથની ઝડપ ધીમી થઈ જશે. આ સાથે ગેર-બેન્કિંગ નાણાંકીય કંપનીઓના કારણે બજારમાંઆવેલી તરલતાના ઘટાડાથી પણ ક્રેડિટને લઈને પરેશાની ઉભી થઈ શકે છે. મૂડીઝે કહ્યું કે2019 અને 2020માં પણ વૈશ્વિક ગ્રોથ પણ અનુમાનિત 3.3 ટકાથી ઘટીને 2.9 ટકા રહેશે. આઅમેરિકન એજન્સીના જણાવ્યા મુજબ, અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉર હજીથોડા સમય માટે ચાલુ રહેશે. વૈશ્વિક અર્થવ્યવસ્થા પર તેનો ખરાબ પ્રભાવ જોવા મળશે.જોકે ત્યારબાદ ટ્રેડ ફ્લો અને સપ્લાઈ ચેનને નવો આકાર મળશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter