GSTV
Home » News » મંદીના મારથી પરેશાન મોદી સરકારને મુડીઝે આપ્યો વધુ એક મોટો ફટકો, નવો GDP આંક ચિંતાજનક

મંદીના મારથી પરેશાન મોદી સરકારને મુડીઝે આપ્યો વધુ એક મોટો ફટકો, નવો GDP આંક ચિંતાજનક

મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે 2019 માટે ભારતના આિર્થક વિકાસનો અંદાજ ઘટાડીને 5.6 ટકા કર્યો છે. મૂડીઝે જણાવ્યું છે કે સરકારના પ્રયત્નો છતાં વપરાશ માગ વધી રહી નથી. મૂડીઝે જણાવ્યું છે કે અમે ભારતના આિર્થક વિકાસના અંદાજમાં ફેરફાર કર્યો છે.. અમારા નવા અંદાજ મુજબ 2019માં ભારતનો જીડીપી 5.6 ટકા રહેશે.

ઉલ્લેખખનીય છે કે મૂડીઝે 10 ઓક્ટોબરના રોજ નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતના આિર્થક વિકાસનો અંદાજ અગાઉના 6.2 ટકાથી ઘટાડી 5.8 ટકા કર્યો હતો. ગયા સપ્તાહમાં જ મૂડીઝે ભારતનો આઉટલુક સિૃથરથી ઘટાડી નેગેટિવ કર્યો હતો. મૂડીઝે પોતાના ગ્લોબલ મેક્રો આઉટલુક 2020-21માં જણાવ્યું છે કે 2020 અને 2021માં ભારતમાં આિર્થક પ્રવૃત્તિઓ વધશે. મૂડીઝના જણાવ્યા અનુસાર 2020માં ભારતનો જીડીપી 6.6 ટા અને 2021માં 6.7 ટકા રહેવાનો અદાજ છે.

ભારતનો આિર્થક વિકાસ 2018ના મધ્યથી ધીમો પડી ગયો છે. વાસ્તવિક જીડીપી 2019ના બીજા કવાર્ટરમાં ઘટીને પાંચ ટકા થઇ ગયો છે અને બેકારી સતત વધી રહી છે. મૂડીઝના જણાવ્યા અનુસાર રોકાણ અગાઉથી જ ઓછો હતો પણ વપરાશ માગને કારણે આૃર્થતંત્રમાં તેજી કાયમ હતી. જો કે હવે વપરાશ માગમાં પણ ઘટાડો થઇ રહ્યો હોવાથી આિર્થક વિકાસ ઘટી રહ્યો છે. મૂડીઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જીડીપી વધારવા માટે મોદી સરકાર અનેક પગલા ભરી રહી છે. સપ્ટેમ્બરમાં સરકારે કોર્પોરેટ ટેક્સ 30 ટકાથી ઘટાડી 22 ટકા કર્યો છે. નવા એફડીઆઇને આકર્ષવા માટે નવી મેન્યુફેકચરિંગ કંપનીઓ માટે ટેક્સ ઘટાડીને 15 ટકા કર્યો છે.

આ ઉપરાંત સરકારે દસ સરકારી બેંકોને મર્જ કરીને ચાર બનાવવાની પણ જાહેરાત કરી છે. જો કે અત્યાર સુધીમાં આ તમામ પગલાઓની આૃર્થતંત્ર પર સાનુકુળ અસર જોવા મળી નથી. મૂડીઝે વધુમાં જણાવ્યું છે કે આરબીઆઇ ચાલુ વર્ષે અસરકારક રીતે વ્યાજ દર ઘટાડી રહી છે અને હજુ પણ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

બગદાદમાં અમેરિકી દૂતાવાસ પાસે 5 રોકેટ બ્લાસ્ટ, આ મહિનામાં જ ચોથો હુમલો

Pravin Makwana

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!