GSTV
Finance Trending

મુડીઝે વધાર્યો ભારતનો ગ્રોથરેટ અંદાજ, વર્ષ 2023-24માં દેશમાં 5.5 ટકાના દરથી થશે વિકાસ, ભારતીય ઈકોનોમીમાં થશે સુધારો

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે બુધવારે વર્ષ 2023 માટે ભારતની આર્થિક વૃદ્ધિદરના અનુમાનને 4.8 ટકાથી વધારીને 5.5 ટકા કરી દીધું છે. આ વધારો બજેટમાં માળખાકીય વ્યય અર્થાત બજેટમાં મૂડી ખર્ચમાં કરાયેલો વધારો અને ઝડપી વૃદ્ધિ તેમજ સારી આર્થિક સ્થિતિને મધ્યનજર રાખીને કરવામાં આવી છે. મૂડીઝે જો કે 2022 માટેનું ભારતની વૃદ્ધિનું અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે.

વધારી દીધો ઈકોનોમિક ગ્રોથનો અંદાજ

મૂડીઝે વૈશ્વિક વ્યાપાર આઉટલુક 2023-24 ના ફેબ્રુઆરીના અપડેટમાં અમેરિકા, કેનેડા, યુરોપ, ભારત, રશિયા, મેક્સિકો અને તુર્કિયે સહિત કેટલાય જી20 અર્થવ્યવસ્થાઓ માટે વૃદ્ધિનું અનુમાન વધારી દીધું છે. વર્ષ 2022ના મજબૂત અંત રહેતા આ વધારો કરવામાં આવ્યો છે.

મૂડી ખર્ચ માટે ફાળવણીમાં તીવ્ર વધારો થયો

મૂડીઝે કહ્યું કે, ભારતને લઈને આર્થિક વ્યવહારમાં નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં મૂડી ખર્ચ માટે ફાળવણીમાં તીવ્ર વધારો થયો છે. ગત નાણાકીય વર્ષમાં આ આંકડો રૂ. 7,500 અબજથી વધીને રૂ. 10,000 અબજ થયો છે. રેટિંગ એજન્સીએ કહ્યું કે આવી સ્થિતિમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 2023માં 0.70 ટકા વધારે એટલે કે 5.5 ટકા રહી શકે છે. 2024માં તે 6.5 ટકા રહેવાનો અંદાજ છે.

2023માં ભારતની આર્થિક મજબૂતી સારી રહેશે

મૂડીઝે વધુમાં કહ્યું કે વર્ષ 2022ના બીજા છ માસિકમાં મજબૂત આંકડા આ વાતની આશા વ્યક્ત કરી રહ્યા ચે કે વર્ષ 2023માં પ્રદર્શન મજબૂત રહેશે. મૂડીઝે કહ્યું કે ભારત સહિત કેટલાય મોટા ઊભરતા બજારવાળા દેશોમાં આર્થિક ગતિવિધિ ગત વર્ષના અનુમાનથી વધારે મજબૂત રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

Rajasthan/ અંડરગાર્મેન્ટ્સ વેચવાવાળી કંપનીનો ડેટા હેક કરી કાઢી 15 લાખ ગર્લ્સની પર્સનલ ઈન્ફોર્મેશન

Siddhi Sheth

પાકિસ્તાન દ્વારા અપહરણ કરાયેલા માછીમારો વડોદરા રેલવે સ્ટેશને આવતા અધિકારીઓએ કર્યું સ્વાગત, વતનમાં પરત ફરતાં ખુશીનો માહોલ

HARSHAD PATEL

નીતીશ કુમારને પોતાના જ લોકોએ ઘેર્યા, પુલ તૂટી પડવાને લઈને JDUના ધારાસભ્યએ કહ્યું- અધિકારીઓની છે મિલીભગત

Vushank Shukla
GSTV