GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

2022 પહેલાં ભારતીય અર્થતંત્ર પાટે નહીં આવે, મૂડીઝે ભારતનું રેટિંગ ઘટાડ્યું

મૂડીઝ

આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે ભારતનું સોવેરિયન રેટિંગ ઘટાડી દીધું છે. મૂડીઝે ભારતનું સોવેરિયન રેટિંગ ‘Baa2’થી ઘટાડીને ‘Baa3’ કરી દીધું છે. સાથે સાથે ભારતીય અર્થતંત્રને લઈને એનું નેગેટિવ આઉટલૂક જાળવી રાખ્યું છે. જોકે નાણાં મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે કે, અત્યારે મૂડીઝે અન્ય 35 દેશોનું રેટિંગ ઘટાડ્યું છે અને તેમને રોકાણની દ્રષ્ટિએ ડાઉનગ્રેડ કરી દીધા છે. એટલે ભારતનાં રેટિંગને લઈને સરકાર બહુ ચિંતિત નથી.

મોદી સરકાર

વર્ષ 2022 અગાઉ અર્થતંત્રમાં સુધારાની શક્યતા નહીંવત

મૂડીઝે જણાવ્યું છે કે, કોવિડ-19 સંકટમાંથી ઉગરવા માટે અર્થતંત્રને સરકારે આપેલા પેકેજમાં રોકડ પ્રોત્સાહન બહુ નથી. એટલે માગમાં વધારો નહીં થાય. જો આ જ પ્રકારની સ્થિતિ જળવાઈ રહેશે, તો વર્ષ 2022 અગાઉ અર્થતંત્રમાં સુધારો થવાની કોઈ શક્યતા નથી. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસ નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરેલા આર્થિક અને વાણિજ્યિક સુધારા પછી વર્ષ 2017માં ભારતનું રેટિંગ વધાર્યું હતું. અર્થતંત્રમાં સુસ્તીને કોવિડ-19ની અસર સ્વરૂપે જોવામાં આવે છે. જોકે મૂડીઝે સ્પષ્ટ કર્યું છે કે, ભારતનું ડાઉનગ્રેડિંગ કોવિડ-19થી ભારતીય અર્થતંત્રને લાગેલા આંચકાને કારણે નથી. કોવિડ-19 સંકટે તો ભારતીય અર્થતંત્રની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ભારતીય અર્થતંત્ર અગાઉથી જ મુશ્કેલીમાં હતું. આ કારણે રેટિંગ એજન્સીએ નેગેટિવ આઉટલૂક જાળવી રાખ્યું છે.

સોવેરિયન રેટિંગ શું છે અને ડાઉનગ્રેડિંગની અસર શું થાય છે?

હજુ પણ ભારત વિદેશી રોકાણકારો માટે રોકાણ કરવા લાયક દેશોની કેટેગરીમાં સામેલ છે, પણ એનું સોવેરિયન રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ વિવિધ દેશોની સરકારોની ઉધાર ચુકવવાની ક્ષમતાને આધારે સોવેરિયન રેટિંગ નક્કી કરે છે. આ માટે બજાર, અર્થતંત્ર અને રાજકીય જોખમને આધાર બનાવે છે. રેટિંગ સૂચવે છે કે, એક દેશ ભવિષ્યમાં પોતાનું ઋણ ચુકવી શકશે કે નહીં? જોકે ભારત બહારથી વધારે ઋણ લેતું નથી એટલે ડાઉનગ્રેડિંગથી બહુ ફરક પડશે નહીં. પણ રોકાણના સેન્ટિમેન્ટ પર અસર પડે છે.

Read Also

Related posts

એક મધપુડાના કારણે 12 જેટલા દુકાનદારો થયા પરસેવે રેબઝેબ, યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ હાથ અધર કરી દીધા

Nilesh Jethva

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

તડકામાં આંખો ઝીણી કરીને મોબાઇલમાં નેટવર્ક શોધતા બાળકોને ભણવું તો છે પણ મોબાઇલમાં નેટવર્ક જ નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!