GSTV
Gujarat Government Advertisement

સરકારને ઝટકો/ મૂડિઝે ભારતના GDPના ગ્રોથમાં કર્યો મોટો ઘટાડો : મોદી સરકાર બની શકે છે દેવાદાર, દેવાનો બોજ GDPના 90 ટકાએ પહોંચશે

મોદી સરકાર

Last Updated on May 12, 2021 by Harshad Patel

દેશમાં કોરોનાની બીજી લહેર રહેતાં આર્થિક ગતિવિધિઓ પર અસર પડી છે. એવામાં રેટિંગ એજન્સી મૂડીઝે તેના રિપોર્ટમાં ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડી દીધું છે. આસાથે સરકાર ઉપર દેવાનો બોજ વધવાના પણ સંકેત આપ્યા છે.

મોદી

ભારતીય અર્થવ્યવસ્થામાં 8 ટકાનો ઘટાડો

ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ ફેબ્રુઆરીમાં મૂડીઝે ઈન્વેસ્ટર્સ સર્વિસે પોતાના આઉટલુકમાં દેશની આર્થિક વૃદ્ધિદર નાણાકીય વર્ષ 2021-22માં 13.7 ટકા રહેવાનું અનુમાન બતાવ્યું હતું. આ સાથે અધિકારીક આંકના આધારે નાણાકીય વર્ષ 2020-21 વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થામાં 8 ટકાનો ઘટાડો થયાનું પણ અનુમાન જણાવ્યું હતું. પરંતુ હવે કોરોના રહેતા તેણે પોતાનું આ અનુમાન બદલ્યું છે.

દેશની આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને 9.3 ટકા કરી દીધું

મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને 9.3 ટકા કરી દીધું છે. આ તેનો ફેબ્રુઆરીમાં બતાવેલ 13.7 ટકા અનુમાનથી 4.4 ટકા ઓછોછે. દેશમાં જુદા જુદા રાજ્યોમાં આંશિક કે પૂર્ણ લોકડાઉન રહેતાં આર્થિક ગતિવિધિઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેને લઈને ગ્રોથરેટ ઘટાડ્યો છે.

દેશની પોલિસી મેકર અને સંસ્થાનો આ જોખમોને પાર કરવામાં સંઘર્ષ કરી રહ્યા

જો કે મુજીઝે નાણાકીય વર્ષ 2022-23માં દેશની આર્થિક વૃદ્ધિમાં સુધારાના સંકેત આપ્યા છે. મુડિઝે આગલા નાણાકીયવર્ષનું આર્થિક વૃદ્ધિ અનુમાન 6.2 ટકાથી વધારીને 7.9 ટકા કરી દીધું છે. આર્થિક વૃદ્ધિ રહેવાનો દર 6 ટકા બતાવાયો છે. કોરોનાના વધતા કહેરને પગલે મૂડીઝે ભારતની ક્રેડિટ રેટિંગને Baa3 લેવલ નકારાત્મક કરી દીધું છે. તેનું કારણ વધતો કરજ, દેવું, આર્થિક વૃદ્ધિમાં મુશ્કેલીઓ અને કમજોર નાણાકીય પ્રણાલીને બતાવી છે. દેશની પોલિસી મેકર અને સંસ્થાનો આ જોખમોને પાર કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે.

સરકાર પર દેવાનો બોજ જીડીપીના 90 ટકા સુધી વધી શકે

મૂડીઝે દેશનું મહેસૂલ – રાજકોષીય ખોટ ઉપર પણ કોરોનાની આ લહેરની અસરનું અનુમાન બતાવ્યું છે. તેનું અનુમાન છે કે 2021-22 માં દેશની રાજકોષિય ખાધ જીડીપીના 11.8 ટકાસુધી પહોંચી શકે છે. ફેબ્રુઆરીમાં 10.8 ટકા રહેવાની વાત હતી. ધીમી આર્થિક વૃદ્ધિ અને વધતા રાજકોષીય ખાધને પરિણામે સરકાર પર દેવાનો બોજ જીડીપીના 90 ટકા સુધી વધી શકે છે. વર્ષ 2022-23માં વધીને 92 ટકા થઈ શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!