GSTV
Home » News » મોદી સરકારનું સપનું રોળાયું, હવે જીડીપી 8 ટકા થવાની આશા બની ગઈ ધૂંધળી

મોદી સરકારનું સપનું રોળાયું, હવે જીડીપી 8 ટકા થવાની આશા બની ગઈ ધૂંધળી

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે 2019-20 માટે ભારતનો જીડીપી અંદાજ ઘટાડીને 6.20 ટકાના બદલે 5.80 ટકા કરી દીધો છે. મૂડીઝનું કહેવું છે કે ભારતીય અર્થતંત્ર નરમાશથી પ્રભાવિત છે. અને તેના કેટલાક કારણો દીર્ધકાલીન અસરોવાળા છે. રિઝર્વ બેંકએ તાજેતરમાં પોતાની મુદ્રા નીતિની સમિક્ષા બેઠક બાદ જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 6.10 ટકા કરી દીધું છે.

મૂડીઝે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે અર્થંતંત્રની સુસ્તીના કારણે રોકાણમાં ઘટાડો આવ્યો છે. જેના કારણે રોજગારી સર્જનમાં આવી તેમજ ગ્રામીણ ક્ષેત્રમાં નાણાકીય સંકટથી ડિમાન્ડ પ્રભાવિત થઇ છે. મૂડીઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આપણે આગામી બે વર્ષ જીડીપીની વાસ્તવિક વૃદ્ધિ તથા મોંઘવારીમાં ધીમા સુધારાની આશા રાખીએ છીએ.

અમે બંને માટે પૂર્વાનુમાન ઘટાડી દીધું છે.. બે વર્ષ પહેલાની સ્થિતિની તુલના  કરીએ તો જીડીપી વૃદ્ધિ દર આઠ ટકા અથવા તેનાથી વધુ થવાની આશા ધૂંધળી થઇ છે. આ પહેલા એશિયાઇ વિકાસ બેંક અને OECDએ પણ ભારતના જીડીપીનું પૂર્વાનુમાન ઘટાડી નાંખ્યું હતુ.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!