GSTV
Home » News » મંદી વચ્ચે મોદી સરકારને મોટો ઝટકો, ભારતનાં GDPના ગ્રોથનું અનુમાનમાં થશે મોટો ઘટાડો

મંદી વચ્ચે મોદી સરકારને મોટો ઝટકો, ભારતનાં GDPના ગ્રોથનું અનુમાનમાં થશે મોટો ઘટાડો

દુનિયાભરમાં છવાયેલી આર્થિક સુસ્તીની અસર હવે ભારતીય અર્થવ્યવસ્થા ઉપર પણ દેખાઈ રહી છે. દેશમાં આર્થિક મંદીના ભણકારા વચ્ચે રેટિંગ એજન્સી મૂડીઝે મોટો ઝટકો આપ્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે કેલેન્ડર વર્ષ 2019 માટે ભારતનો જીડીપી દર દરનો અંદાજ ઘટાડીને 6.2 ટકા કરી દીધો છે.

આ પહેલા આ જીડીપી દર 6.8 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું હતુ. આની પહેલાં ઓગષ્ટની શરૂઆતમાં રેટિંગ એજન્સી CRISILએ 2019-20 માટે ગ્રોથ એસ્ટિમેટમાં સંશોધન કરતાં તેને 6.9 ટકા કર્યો હતો. જ્યારે તેની પહેલાં તેને 7.1 ટકા આંકવામાં આવ્યો હતો. ઓગષ્ટમાં દ્વિમાસિક મોનિટરી પોલિસી રિવ્યૂમાં આરબીઆઈએ પણ 2019-20 માટે જીડીપી ગ્રોથ રેટને ઘટાડીને 6.9 ટકા કરી દીધો હતો. જે પહેલાં 7 ટકા હતો.

આ ઉપરાંત મૂડીઝે વર્ષ 2020 માટેના જીડીપીનું અનુમાન 7.3 ટકામાંથી ઘટાડીને 6.7 ટકા કરી નાંખ્યું છે. મૂડીઝે જણાવ્યું છે કે નબળા વૈશ્વિક અર્થતંત્રના કારણે એશિયન દેશોની નિકાસ  પ્રભાવિત થઇ છે. આ ઉપરાંત અનિશ્ચિત વાતાવરણના કારણે રોકાણ ઉપર પણ અસર વર્તાઇ છે.

READ ALSO

Related posts

યુપીમાં યોગી સરકારે NRC લાગૂ કરવાની કવાયત શરૂ કરી

Arohi

મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ બન્યું વિલન

Nilesh Jethva

આંખમાંથી આંસુ સારવા તૈયાર રહેજો કારણ કે ડુંગળીના ભાવમાં થઈ રહ્યો છે વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!