GSTV
Home » News » આરબીઆઈ બાદ મૂડિઝે માર્યો થપ્પો કે મોદી સરકારનો વિકાસ નથી ચાલ્યો, આ રહેશે વિકાસદર

આરબીઆઈ બાદ મૂડિઝે માર્યો થપ્પો કે મોદી સરકારનો વિકાસ નથી ચાલ્યો, આ રહેશે વિકાસદર

ભારતની મધ્યસ્થ બેન્ક RBI બાદ હવે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે એ ભારતના વિકાસદરના અંદાજમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે નાણાંકીય વર્ષ 2019-20 માટેના જીડીપી ગ્રોથનો અંદાજ ઘટાડીને 5.8 ટકા કર્યો છે જ્યારે અગાઉ 6.2 ટકાના વિકાસદરની ધારણા વ્યક્ત કરી હતી. આ પહેલા RBIએ તેના ધિરાણનીતિની જાહેરાત કરતી વખતે ચાલુ નાણાંકીય વર્ષના વિકાસદરનો અંદાજ 6.8 ટકાથી નોંધપાત્ર ઘટાડીને 6.1 ટકા કર્યો છે. મૂડીઝના તાજેતરના અહેવાલ મુજબ નાણાં વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્ર વૃદ્ધિ કરશે અને વિકાસદર વધીને 6.6 ટકા થઇ છે જે ભવિષ્યમાં 7 ટકા પણ થવાની સંભાવના છે.

રોકાણ આધારિત મંદી વધી

મૂડીઝની રિપોર્ટમાં કહેવાયું છે કે, 8 ટકાના વિકાસદરની જે સંભાવના હતી તેને રોકાણ આધારિત મંદીએ નબળી પાડી દીધી છે. તે ઉપરાંત માંગમાં ઘટાડો, ગ્રામિણ વિસ્તારમાં આર્થિક સકડામણ, ઉંચો બેરોજગારી દર અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC)ની તરલતાની કટોકટી જેવી સમસ્યાઓએ આર્થિક નરમાઇની સમસ્યાને વકરાવી છે.

RBIએ વિકાસદરનો અંદાજે ઘટાડી 6.1 ટકા કર્યો

ચાલુ નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ ક્વાર્ટર (એપ્રિલથી જૂન) દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર ઘટીને 5 ટકાના સ્તરે ઉતરી ગયો છે. જે છેલ્લાં છ વર્ષનૌ સૌથી નીચો વિકાસદર છે. વિતેલા દિવસોમાં RBIએ પણ ગ્રોથ રેટનો અંદાજ 6.8 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યો હતો.

મંદીથી ઋણબોજ વધશે

મૂડીઝે તેના અહેવાલમાં જણાવ્યું કે, જો અર્થવ્યવસ્થામાં મંદી એટલે કે નરમાઇનો માહોલ ચાલુ રહ્યો તો ઘણા ગંભીર પરિણામો ભોગવવા પડશે. જેના લીધે રાજકોષીય ખાધ ઘટાડવાના લક્ષ્યાંકને મોટો ફટકો પડશે તેની સાથે જ ઋણબોજ પણ અસહ્ય સ્તરે વધી જશે. તાજેતરમાં જ સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જેના પગલે સરકારી તિજોરી ઉપર 1.5 લાખ કરોડનો બોજ પડવાની ધારણા છે. મૂડીઝના મતે આ છુટછાટના પરિણામે નાણાંકીય વર્ષ 2019-20માં ભારતની રાજકોષીય ખાધ જીડીપીના 3.7 ટકા જેટલી રહેવાની ધારણા છે. જો કે સરકાર દ્વારા રાજકોષીય ખાધનો અંદાજ 3.3 ટકા રાખવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!