GSTV
Home » News » Moody’sએ ભારત માટે GDP વૃદ્ધિદરના અનુમાનને ફરી ઘટાડ્યુ, 2019-20 માટે 5.8%થી ઘટાડી 5.6% કર્યુ

Moody’sએ ભારત માટે GDP વૃદ્ધિદરના અનુમાનને ફરી ઘટાડ્યુ, 2019-20 માટે 5.8%થી ઘટાડી 5.6% કર્યુ

આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર સર્વિસે ગુરૂવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને 5.8 ટકાથી ઘટાડીને 5.6 ટકા કરી દીધુ છે. મૂડીઝનું કહેવું છેકે, જીડીપીમાં મંદીની અસર પૂર્વનાં અનુમાનની તુલનામાં વધારે લાંબા સમય સુધી રહેવાને કારણે અમારે આ અભ્યાસ કરવો પડ્યો છે.

મૂડીઝે ગુરૂવારે કહ્યુકે, જીડીપીમાં ઘટાડાની અપેક્ષાથી વિપરીત લાબા સમય સુધી રહી છે. જેને કારણે તેણે તેના અનુમાનને ઘટાડવું પડ્યુ છે. ક્રેડ઼િટ રેટિંગ અને શોધ સેવા આપતી કંપનીનું કહેવું છેકે, ભારત માટે આર્થિક વૃદ્ધિના અનુમાનને ઘટાડી દીધુ છે. અમારું અનુમાન છેકે, 2019-20માં તે 5.6 ટકા રહેશે. જે 2018-19માં 7.4 ટકા હતી.

મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ મુજબ, 2020-21 અને 2021-22માં આર્થિક ગતિવિધિઓમાં તેજી આવશે અને તે ક્રમશ: 6.6 ટકા અને 6.7 ટકા રહી શકે છે. તેણે કહ્યુ કે, ભારતની આર્થિક વૃદ્ધિ દર 2018નાં મધ્યથી ધીમી પડી રહી છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 2019ના બીજા ક્વાર્ટરમાં લગભગ 8 ટકાથી ઘટીને 5 ટકા પર આવી ગયો છે. બેરોજગારી વધી રહી છે. મૂડીઝ મુજબ, રોકાણ ગતિવિધીઓ પહેલાં કરતાં ધીમી છે, પરંતુ ખપતને કારણે માંગને કારણે અર્થવ્યવસ્થામાં તેજી બનેલી હતી. જોકે, હવે ખપતની માંગ પણ નરમ થઈ છે. જેથી હાલની નરમીને લઈને સમસ્યા વધી રહી છે.

READ ALSO

Related posts

31 ડિસેમ્બર પછી રદ્દી થઇ જશે તમારુ PAN Card, તમે આ કામ કરવાનું તો નથી ભૂલ્યા ને?

Bansari

સરકાર એર ઈન્ડિયાની 100% હિસ્સેદારી વેચશે, કેન્દ્રીય મંત્રી હરદીર સિંહ પૂરીનું નિવેદન

pratik shah

મોબાઇલ ફોન ઉત્પાદન સંસ્થા ICEAએ પ્રાથમિક સ્તરનાં હેન્ડસેટ્સમાં જીએસટી ઘટાડવાની કરી માંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!