GSTV

વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ ગાંધીજીની યાદમાં તૈયાર કરાયેલું આ સ્મારક

Last Updated on October 2, 2019 by Mansi Patel

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો મીઠાનો સત્યાગ્રહ આ નામ સામે આવતા જ ઐતિહાસિક દાંડીનું નામ આવે. આ ઐતિહાસિક દાંડીમાં ગાંધીજીની યાદમાં તૈયાર કરાયેલુ સ્મારક આજે દેશ અને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 1930માં લઇ જાય છે ગાંધીજીનું દાંડી ખાતે તૈયાર કરાયેલુ આ સ્મારક. જ્યારે ગાંધીજીએ ચપટી મીઠુ લઇને અંગ્રેજી સલ્તનતને હચમચાવી નાખી હતી તે તમામ યાદોને સ્મારક રૂપે અહીં જીવંત કરી દેવાઇ છે

ગત્ત વર્ષે 15 એકડમાં તૈયાર કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા આ દાંડી સ્મારકનું લોકાર્પણ કરાયુ હતું ત્યારથી લઇને આજ દિન સુધીમાં હજારો ગાંધી પ્રેમીઓ આ સ્મારકની મુલાકાત લઇ ચૂક્યા છે. આ સ્મારકમાં પ્રવેશતા જ સાબરમતી આશ્રમથી મહાત્માએ અંગ્રેજોને લખેલો પત્ર અને ત્યાર બાદ પોતાના 81 સાથીઓ સાથે શરૂ કરેલી યાત્રા, તેના સ્થળો અને ત્યાં લોકો દ્વારા મળેલો પ્રતિસાદ બધુ જ યાદરૂપી કંડારાયુ છે

આ સાથે જ મહાત્મા તેમજ સત્યાગ્રહીનોની પ્રતિમા સેલ્ફિ પોઈન્ટ પણ બની છે. અહીં ગાંધીજીની પ્રતિમા સવિશેષ છે. અહીં અંદાજે 700 થી વધુ પ્રવાસીઓ પ્રતિદિન મુલાકાત લેતા હોય છે. અહીં ગાંધીજીની યાદ રૂપી મીઠાને ઇલેક્ટ્રીક માધ્યમથી પકવીને ઘર લઇ જઇ શકાય તે માટે એક ખાસ પ્રોજેકટ શરૂ કરાયો હતો. જો કે વરસાદના કારણે તે બંધ પડી ગયો છે. જેને પણ ટૂંક સમયમાં શરૂ કરવાની યોજના ઘડી દેવાઇ છે.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!