GSTV
Home » News » મે મહિનાનું રાશિફળ : 4 ગ્રહોની સ્થિતિમાં બદલાવનો તમારા જીવન પર કેવો પડશે પ્રભાવ

મે મહિનાનું રાશિફળ : 4 ગ્રહોની સ્થિતિમાં બદલાવનો તમારા જીવન પર કેવો પડશે પ્રભાવ

મે મહિનાનો આરંભ શનિના વક્રી સાથે થયો છે. તેના સિવાય આ મહિને મંગળ, બુધ, શુક્ર અને સૂર્યની સ્થિતી પણ બદલાવાની છે. ગ્રહોની સ્થિતીમાં થઈ રહેલા બદલાવથી મે મહિનો તમારા માટે કેવો રહેશે તે જાણો.

મેષ રાશિ : સમજી-વિચારીને કરો રોકાણ

મેષ રાશિના જાતકો માટે મે મહિનો સામાન્ય રહેશે, લાભ-હાનિની સ્થિતી બરાબર રહેશે. ગ્રહ ગોચર મુજબ મેષ રાશિવાળા માટે ધનની આવક-જાવક બની રહેશે. પરંતુ રોકાણ સમજી-વિચારીને કરવું. અહીં આત્મવિશ્વાસની વૃદ્ધિનો પણ યોગ બને છે. તો કાર્યક્ષેત્રમાં સંઘર્ષની સ્થિતિ બનવાની આશંકા છે. મહિનાની શરૂઆતમાં જૂની સમસ્યાઓનો અંત આવશે. સાથે જ નવા અવસરો માટે દ્વાર ખુલશે, જેનાથી ભવિષ્યમાં લાભ મળશે.

વૃષભ રાશિ : ખોટા ખર્ચાથી બચો

મહિનાની શરૂઆતમાં ખર્ચમાં વધારો રહેશે. એવામાં જરૂરી છેકે, ખોટા ખર્ચાથી બચો અને સમજી-વિચારીને ખર્ચ કરો. આ મહિનાના મધ્ય સુધી તમારા મનને અનુકુળ કાર્ય નહી મળે. એવામાં ગુસ્સો કરવાથી કે સમસ્યાઓમાં વ્યસ્ત રહેવાના બદલે મનને શાંત રાખો. મહિનાના અંતમાં તમને થોડી રાહત મળશે અને કાર્ય થતા જણાશે.

મિથુન રાશિ : લાભ મળવાનો પ્રબળ યોગ છે.

મિથુન રાશિવાળા માટે મહિનાની શરૂઆત અત્યંત શુભકારી છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. વેપાર, નોકરી, શિક્ષામાં પણ તમને શુભ પરિણામો મળશે. મહિનાના મધ્ય સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા મિથુન જાતકોને લાભ મળવાનો પ્રબળ યોગ છે. મહિનાના અંતમાં લાભની હાનિ વધુ થશે. ખર્ચમાં સાવધાની રાખવી.

કર્ક રાશિ: વ્યવસાયમાં ઉન્નતિ મળશે.

કર્ક રાશિવાળા માટે પુરો મહિનો શુભ અને લાભ લઈને આવ્યો છે. વર્ષભરના મહત્વપૂર્ણ નિર્ણય તમે મે મહિનામાં લઈ શકો છો. તમારા વ્યવસાયમાં ઉન્નતિ મળશે, વધુ કામ રહેવાના કારણે વ્યસ્તતા વધી શકે છે. લક્ષ્યોને મેળવવામાં કામયાબી મળેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે તથા જીવનસાથીના ભરપૂર સાથ સાથે જીવનમાં ઉત્સાહ બની રહેશે.

સિંહ રાશિ: મિશ્રિત ફળદાયી છે મહિનો

મે મહિનો સિંહ રાશિના જાતકો માટે મિશ્ર મળદાયી રહેશે. મે મહિનામાં અનેક અવસરો મળશે. સાથે જ  અમુક લાભ અને હાનિની પણ સ્થિતી છે. એવામાં સમજી વિચારીને અને કોઈ સમજદાર વ્યક્તિની સલાહ લઈને નિર્ણય કરવો. મહિનાની શરૂઆતમાં સંઘર્ષનો યોગ બને છે. પરંતુ મધ્ય સુધીમાં સ્થિતિ તમાને અનુકુળ થઈ જશે. પરિવારના સદસ્યોનો પૂર્ણ સહયોગ મળશે. સાથે જ અન્ય કોઈ પાસેથી પણ મદદ મળવાનો યોગ છે.

કન્યા રાશિ : વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી

મહિનાની શરૂઆતમાં તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ સાવધાની રાખવી પડશે, નાની-મોટી બીમારી તમને પરેશાન કરી શકે છે. વાહન ચલાવતા સમયે સાવચેત રહેવું. અંગત જીવન સામાન્ય રહેશે. આ સમયે કોઈ પાસેથી ઉધાર લેવાનું કે આપવાની સ્થિતીમાંથી બચવું, તમારી મન:સ્થિતિને મજબૂત બનાવી રાખશો તો ભાગ્યોદય અવશ્ય થશે, જે મહિનાના અંત સુધીમાં તમને દેખાશે.

તુલા રાશિ: લેણ-દેણમાં સાવધાની રાખો.

મે મહિનામાં તુલા રાશિવાળાનું જીવન ઉત્સાહજનક નહી રહે. શિથિલતા તમને ઘેરાયેલી રહેશે, આ સમય દરમ્યાન તુલા રાશિવાળાએ આળસનો ત્યાગ કરીને કાર્યક્ષેત્ર પર ધ્યાન આપવું પડશે. કોઈ પણ ગેરસમજમાં ન રહેવું, લેણ-દેણમાં સાવધાની રાખવી. મહિનાના અંતમાં પ્રત્યેક ક્ષેત્રમાં સજાગ રહેવું પડશે. નહી,તો મુશ્કેલીનો સામન કરવો પડી શકે છે.

વૃશ્વિક રાશિ: વાદ-વિવાદથી બચવું

આ રાશિના જાતકો માટે મહિનાની શરૂઆત સારી રહેશે. કાયદાકીય મામલામાં ચાલી રહેલી મુશ્કેલીઓ ખતમ થઈ જશે. શત્રુઓ પર તમે નિશ્વિતરૂપે વિજય મેળવી શકશો. રોગોનો નાશ થશે. મહિનાના મધ્યથી લઈને અંત સુધીમાં જીવનસાથીની સાથે વાત કરતા સમયે વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

ધન રાશિ:  દરેક કાર્યો ફળદાયી રહેશે

ધન રાશિ માટે મે મહિનાની શરૂઆત સંઘર્ષપૂર્ણ રહેશે, કારણવગર રાજ્યઅધિકારીઓ અને સરકાર સાથે વાદ-વિવાદની સ્થિતી બની શકે, પરંતુ મહિનાના મધ્યમાં સંઘર્ષની સાથે સફળતા અને ધન લાભની સ્થિતિ બની રહી છે. વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને લાભમાં વધારો કરી શકશો. મહિનાનો અંત સુખદ રહેશે, અને માનસિક શાંતિ પ્રદાન કરશે. તેની સાથે દરેક કાર્ય ફળદાયી રહેશે.

મકર રાશિ: સમજી-વિચારીને બોલવું

મહિનાના પ્રારંભથી લઈને મહિનાના મધ્ય સુધી ગ્રહ ગોચર વિપરિત પરિસ્થિતિ ઉત્પન્ન કરી રહ્યો છે. જેથી કારણ-વગરના વાદ-વિવાદથી દૂર રહેવું, અજાણતા કોઈના પણ વિશે ખરાબ ન બોલવું જેથી તમારી ઉપર કોઈ પણ વિપત્તિ ન આવે. મહિનાના મધ્યમાં જ્યારે સ્થિતિ અનુકુળ લાગે તો સમજી લો તે એક નવા કાર્યને શરૂ કરવાનો યોગ્ય સમય છે.

કુંભ રાશિ : માનસિક તણાવ રહેશે

વિતેલા દિવસોમાં કરેલી મહેનતનું ફળ આ મહિનામાં મળી શકે છે. મહિનાના પૂર્વાર્ધમાં સંપત્તિ, કારોબાર, નોકરી, સ્વાસ્થ્ય દરેક ક્ષેત્રોમાં સફળતાના પ્રબળ યોગ બની રહ્યા છે. પરંતુ આ મહિનાના મધ્યથી અંત સુધીમાં નિર્ણય સમજી-વિચારીને લેવો. સાથે જ વાદ-વિવાદથી બચવું. વાદ-વિવાદને કારણે માનસિક તણાવ થઈ શકે છે.

મીન રાશિ : શત્રુઓ પર વિજય મળશે

મહિનાની શરૂઆતના કાર્યોમાં મુશ્કેલી પડી શકે, મિત્રો અને પુત્રો સાથે મતભેદ થઈ શકે છે. ભાગ્ય સાથ નથી આપી રહ્યુ, પરંતુ મહિનાના મધ્યથી ગ્રહ સ્થિતી તમને અનુકુળ રહેશે. મહિનાનો પૂર્વાર્ધ નકારાત્મક પ્રભાવ લઈને આવ્યો છે, તો મહિનાનો ઉત્તરાર્ધમાં સફળતા સાથે આપશે. શત્રુઓ પર વિજય ધન-માન પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. પદ લાભની સાથે સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!