GSTV
Home » News » હવામાન વિભાગની આગાહી, આ તારીખે કેરલમાં ચોમાસુ દસ્તક આપશે

હવામાન વિભાગની આગાહી, આ તારીખે કેરલમાં ચોમાસુ દસ્તક આપશે

SkyMet

મોસમની જાણકારી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટે હવે હવામાન વિભાગને પણ ચોમાસાનું અનુમાન જણાવી દીધું છે. હવામાન વિભાગે કહ્યું કે આ વખતે ચોમાસુ કેરલમાં 6 જૂને દસ્તક આપશે. અને આ વખતે ચોમાસુ મોડું આવવાની સંભાવના છે. મહત્વનું છે કે દર વર્ષે કેરલમાં પહેલી જૂને ચોમાસુ દસ્તક આપે છે. પરંતુ આ વખતે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પાંચ દિવસ મોડું થઈ રહ્યું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણપૂર્વ મોનસૂન આ વખતે અંદામાન-નિકોબારથી થોડું મોડું પહોંચશે. અહીં 18-19 મે સુધી પહોંચવાની સંભાવના છે. બંગાળની ખાડી અને અંદામાન સાગરમાં મોનસૂનના પવનો મોડા શરૂ થતાં આ વખતે ચોમાસું થોડું મોડું શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. સ્કાયમેટે મધ્યભારતમાં સૌથી ઓછો 91 ટકા વરસાદનું અનુમાન કહ્યું છે. પૂર્વોત્તરમાં 92 ટકા, દક્ષિણ ભારતમાં 95 ટકા અને પશ્ચિમોત્તરમાં 96 ટકા વરસાદ થઈ શકે છે.

તો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢમાં દુકાળની સ્થિતિ સર્જાઈ શકે છે. દિલ્હી-એનસીઆર, પંજાબ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, ચંડીગઢમાં ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના છે. દિલ્હી-એનસીઆરમાં 29 જૂનની આસપાસ ચોમાસુ દસ્તક આપશે. સમુદ્રી હવાઓની સ્થિતિ બદલાઈ જાય છે. વરસાદવાળા ક્ષેત્રોમાં વરસાદ થતો નથી. અને જે ક્ષેત્રોમાં વરસાદ નથી થતો ત્યાં મૂશળધાર વરસાદ થાય છે.

સ્કાયમેટના આંકડા અનુસાર જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશમાં ચોમાસાનું પૂર્વામાન જોઈએ તો સૌથી વધુ વરસાદની સંભાવના શૂન્ય ટકા છે. સામાન્યથી વધારે વરસાદની સંભાવના પણ શૂન્ય ટકા છે. 30 ટકા સંભાવના સામાન્ય વરસાદની છે. 55 ટકા સંભાવના સામાન્યથી ઓછા વરસાદની છે. જ્યારે 15 ટકા સંભાવના દુકાળની છે. મોનસૂન કમજોર રહેવાથી નવી સરકાર માટે પણ ઘણી મુશ્કેલી થઈ શકે છે.

READ ALSO

Related posts

હારીજમાં દારૂ પીને દંગલ કરતા યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva

UNOએ પણ નોંધ લીધી ભારતના આ રેલ્વે સ્ટેશનની, જાણો શું છે ખાસિયત

Riyaz Parmar

લોકસભા ચૂંટણી 2019નું મતદાન થયુ પૂર્ણ, છેલ્લાં તબક્કામાં 60.21% થયુ મતદાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!