GSTV
Home » News » 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું થશે સક્રિય, મેઘરાજા માટે અાવી નવી ભવિષ્યવાણી

48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું થશે સક્રિય, મેઘરાજા માટે અાવી નવી ભવિષ્યવાણી

તો હવામાન વિભાગે ફરી એકવાર ગુજરાત ઉપર મેઘરાજા મહેરબાન થવાની ભવિષ્યવાણી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી 27 અને 28 તારીખે ગુજરાત ઉપર ચોમાસું ફરી ઓળઘોળ થઇ શકે છે. હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે 27 તારીખે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે કે 28 તારીખે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની સંભાવના છે. જેની અસર હેઠળ રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર એક અપર એર સાયકલોનિક સર્કયુલેશન છવાયેલું છે. જેની અસર હેઠળ રાજ્યમાં હળવાથી ભારે ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે.

  • હવામાન વિભાગની અાગાહી
  • 27 અને 28 તારીખે ગુજરાતમાં બારે વરસાદની સંભાવના
  • બંગાળની ખાડીમાં સર્જાશે હવાનું હળવું દબાણ
  • અાગામી ત્રણ દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

Related posts

આજે નફ્ફટ પાકિસ્તાન FATFમાં બ્લેકલિસ્ટ થશે, ચીન ચંચૂપાત કરવાની પૂરી તૈયારીમાં

Mayur

એમેઝોન અને ફ્લિપકાર્ટે એક સપ્તાહમાં ભારે ડિસ્કાઊન્ટ આપી ત્રણ અરબ ડોલરનો માલ વેચતા સરકાર વિચારમાં લીન

Mayur

આજે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસમાં મોદી VS સોનિયાની જંગ જોવા મળશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!