GSTV

મોનસૂનની સુસ્ત ચાલે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ, વરસાદમાં 44 ટકાની ઘટ

Last Updated on June 19, 2019 by Alap Ramani

મોનસૂનની ધીમી ચાલના કારણે દેશના અનેક હિસ્સાઓમાં વરસાદ મોડો પહોંચશે. સામાન્ય રીતે હજુ સુધી દેશના બે-તૃતિયાંશ ભાગમાં મોનસૂન પહોંચી જાય છે પરંતુ આ વખતે મોનસૂન ફક્ત 12થી 15 ટકા હિસ્સામાં જ પહોંચ્યુ છે. મોનસૂનની ધીમી ચાલનું કારણ હવે અરબ સાગરમાં ઉઠેલુ વાયુ ચક્રાવાત પણ છે. જેણે વરસાદી વાદળોને આગળ વધતા અટકાવ્યાં છે. ગત 12 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે મોનસૂન આટલી ધીમી ઝડપે આગળ વધી રહ્યું છે.

ahmedabad rain

આ જ કારણે સીઝનમાં થતા વરસાદમાં 44 ટકાનો ઘટાડો થયો છે. અત્યાર સુધી મોનસૂન કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિસા અને ઉત્તર પૂર્વના રાજ્યો સુધી પહોંચી શક્યું છે. આ કારણે દષ્કાળની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની ચિંતા વધી છે. પાણીની અછત સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રમાં મોનસૂન પોતાના નિશ્વિત સમય કરતાં 15 દિવસ મોડુ 25 જૂન સુધી રાજ્યના મોટાભાગના હિસ્સાઓમાં પહોંચી જશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યા અનુસાર દિલ્હીમાં મોનસૂન આ મહિનાના અંત સુધી પહોંચવાની સંભાવના છે. જો કે એનસીઆરમાં થઇ રહેલા પ્રિ-મોનસૂન વરસાદે લોકોને ગરમીમાં રાહત આપી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી બે-ત્રણ દિવસોમાં પણ હળવો વરસાદ થવાની સાથે ઝડપી પવનો ફૂંકાવાની શક્યતા છે.

વરસાદે તોડ્યો 12 વર્ષનો રેકોર્ડ

વર્ષ 2007થી અત્યાર સુધી કરવામાં આવેલા મોનસૂન મેપના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આટલા વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે જ્યારે 18-19 જૂન સુધી મોનસૂન આટલું ધીમું આગળ વધી રહ્યું છે. વર્ષ 2013માં આટલી ગતિ સૌથી ઝડપી હતી જ્યારે 16 જૂન સુધી સમગ્ર દેશમાં મોનસૂન પહોંચી ગયું હતું.

મોનસૂનમાં વિલંબ થતાં તેની અસર મધ્ય ભારત પર પડી છે. આ ભાગમાં જૂનમાં તતાં વરસદામાં 57 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યાં દક્ષિણમાં આ આંકડો 38 ટકા, પૂર્વોત્તરમાં 43 ટકા અને ઉત્તર પશ્વિમી ભારતમાં 27 ટકા રહ્યો.

Read Also

Related posts

VIDEO: બાબા કા ઢાબાને ફેમસ કર્યા બાદ ગૌરવ વાસને હવે આ કાકાને ફેમસ કર્યા, પાંદડા પર આઈસ્ક્રીમ વેચતો વીડિયો થયો વાયરલ

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: આવતીકાલથી ખાતામાં આવવાના શરૂ થઈ જશે સરકારના રૂપિયા, ફટાફટ આ કામ પતાવી લેજો

Pravin Makwana

ચિંતા વધી/ દેશમાં સતત ચોથા દિવસે કોરોના કેસમાં ઉછાળો,મૃત્યુઆંક માં પણ ધરખમ વધારો: જાણી લો છેલ્લા 24 કલાકના આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!