GSTV

આજથી વિધિવત ચોમાસાનો પ્રારંભ, કયા રાજ્યોમાં ક્યારે પડશે વરસાદ ક્લિક કરી જાણી લો…

ahmedabad rainfall

Last Updated on June 8, 2019 by Mayur

કેરળમાં આજે ચોમાસાનુ વિધિવત રીતે આગમન થવાનું છે. આ સાથે હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. જ્યારે અન્ય રાજ્યોમાં પણ ચોમાસાના આગમન સાથે વરસાદ પડી શકે છે. પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. પરંતુ શુક્રવારે પશ્વિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઓડિશા, બિહાર અને ઝારખંડમાં વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી છે. જ્યારે વરસાદ પડતા ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમી અને લૂમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગના જાણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે ચોમાસુ મોડુ આવ્યુ છે. જેથી ચોમાસુ નબળુ રહેવાનુ છે. અલનીનોની અસરના કારણે દેશના અનેક ભૂભાગમાં વરસાદ ઓછો પડશે.

ઠંડા પ્રદેશ કહેવાતા જમ્મુ કાશ્મીરમાં પણ ગરમીનું પ્રમાણ વધ્યું

દેશભરમાં ભયંકર ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે ધરતીના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં પણ ગરમીનું પ્રમાણ સતત વધ્યુ છે. અહીં આવેલી બોર્ડર પર દેશની રક્ષા કરતા જવાનો કાળઝાળ ગરમીમાં પણ સતત પેટ્રોલિંગ કરે છે. ગરમી ભલે ગમે તેવી હોય પરંતુ પોતાની ફરજને ન ચૂકનારા જવાનો ગરમી અને કાતિલ લૂ વચ્ચે અડખમ દુશ્મન સામે ઊભા રહે છે. ગરમીના કારણે જવાનોના માથે કોઈ આશરો નથી. તેમ છતા સેનાના જવાનો સતત પેટ્રોલિંગ કરશે.

READ ALSO

Related posts

એક વ્યક્તિને 100થી વધુ સાપે ઘેરી લીધો, પાડોશીએ પોલીસને બોલાવી તો જોવા મળ્યો ચોંકાવનારો નજારો

Damini Patel

જવાબદાર કોણ? : સુરત બાદ હવે રાજકોટમાં બસમાં લાગી ભીષણ આગ, એકાએક આગ લાગતા મચી ગઇ દોડધામ

Dhruv Brahmbhatt

રસીકરણ/ દેશમાં અત્યાર સુધી 161 કરોડથી વધુ લોકોને અપાયો કોરોના વેક્સિન ડોઝ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!