GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં ચોમાસું વિધિવત્ શરૂ/ આ વિસ્તારમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સક્રિય થઇ જશે

ચોમાસું

Last Updated on June 10, 2021 by Damini Patel

કોરોનાના ઘટતા કેસ વચ્ચે વધુ એક રાહતના સમાચાર છે. જેની ચાતકનજરે આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તૈ નૈઋત્યના ચોમાસાની ગુજરાતમાં પધરામણી થઇ ગઇ છે. ગુજરાતમાં અગાઉ 15 જૂન બાદ ચોમાસાની આગમનની આગાહી કરવામાં આવી હતી. પરંતુ તેનાથી સાત દિવસ અગાઉ જ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે.

નોર્ધન લિમિટ ઓફ મોન્સૂન વલસાડમાંથી પસાર થયું હતું અને તેની સાથે જ નૈઋત્યના ચોમાસાએ ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. આગામી 30 જૂન સુધીમાં રાજ્યભરમાં ચોમાસું સક્રિય થઇ જશે. હવામાન વિભાગ દ્વારા આગામી 10, 13, 14 જૂનના વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં વલસાડ જિલ્લાના કપરાડામાં દિવસ દરમિયાન 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવાામાન વિભાગે જણાવ્યું છે કે, ‘દક્ષિણ ઓડિશાથી દક્ષિણ ગુજરાત સુધી મોર્નિંગ ટ્રો છે. આગામી 10-11 જૂનના વલસાડ, સુરત, નવસારી, ડાંગ, નર્મદા, તાપીમાં જ્યારે 12થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, બોટાદ, દીવ, અમદાવાદ, આણંદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

આગામી 10, 13, 14 જૂનના વલસાડ-દમણ-દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેની સંભાવના છે. ‘ ગુજરાતમાં સામાન્ય રીતે જૂનના ત્રીજા સપ્તાહથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. જેના સ્થાને આ વખતે ચોમોસાની વિધિવત્ પધરામણી વહેલી થઇ ગઇ છે. ગુજરાતમાં ગત વર્ષે 21 જૂનથી ચોમાસાએ પ્રવેશ કર્યો હતો.

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન અનુસાર ગુજરાતમાં આ વખતે 103%થી 105% સુધી વરસાદ પડી શકે છે. છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં સરેરાશ વરસાદ 40 ઈંચથી વધારે નોંધાય છે. અમદાવાદમાં આજે 39 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન રહ્યું હતું જ્યારે વાતાવારણમાં ભેજનું પ્રમાણ 71% નોંધાયું હતું.

આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહે અને ઉકળાટનું પ્રમાણ વધે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી સપ્તાહથી છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. રાજ્યમાંથી બનાસકાંઠા-પાટણ-મહેસાણા-સાબરકાંઠા-ગાંધીનગરમાં આગામી પાંચેય દિવસ સૂકું વાતાવરણ રહેશે.

સામાન્ય રીતે ક્યારથી ચોમાસાનો પ્રારંભ થતો હોય ?

શહેર : આગમન : વિદાય

સુરત : 19 જૂન : 2 ઓક્ટોબર

અમદાવાદ : 21 જૂન : 30 સપ્ટેમ્બર

સુરેન્દ્રનગર : 26 જૂન : 27 સપ્ટેમ્બર

ભૂજ : 30 જૂન : 26 સપ્ટેમ્બર

અમદાવાદમાં ગત વર્ષે જૂનમાં જ 8 ઈંચ વરસાદ પડયો હતો

ડિગ્રી

અમદાવાદમાં ગત વર્ષે જૂન મહિનાથી જ ચોમાસાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી હતી અને જૂનમાં જ 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. બીજી તરફ ગુજરાતમાં ગત વર્ષે જૂનમાં સરેરાશ 4.81 ઈંચ વરસાદ પડયો હતો. ગત વર્ષે ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં 44.77 ઈંચ સાથે મોસમનો 136.85% વરસાદ નોંધાયો હતો.

Gujarat Government Advertisement

Related posts

‘હું ઊંઘી નથી શકતી રાત-દિવસ રડ્યા કરું છું મને પિતાથી આઝાદી જોઈએ’ Britney Spears એ કરી માંગ

Pritesh Mehta

હવે તો હદ થઈ/ મોબાઈલ વાપરતાં સનકી તાનાશાહ કિમ જોંગે 10 નાગરિકોને આપી મોતની સજા, દેશભરમાં પાડ્યા હતા દરોડા

Vishvesh Dave

ઓહ નો / મુંબઈની એક હોસ્પિટલમાં ઉંદરો એક દર્દીની આંખ કાતરી ગયા, આંખની સર્જરી બાદ હવે નવી ઉપાધી આવી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!