GSTV
Home » News » BJP સંસદીય દળની બેઠક, PM મોદીની વિદેશ યાત્રા તથા GST સહિતના મુદ્દે ચર્ચા

BJP સંસદીય દળની બેઠક, PM મોદીની વિદેશ યાત્રા તથા GST સહિતના મુદ્દે ચર્ચા

બુધવારે ચોમાસુ સત્રના ભાગરૂપે સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા સંસદમાં જ ભાજપના સંસદીય દળની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી વિદેશ યાત્રાઓના વખાણ કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની વિદેશ યાત્રા સંદર્ભે જાણકારી આપી હતી. તેમણે આ વિદેશ યાત્રાઓને ઐતિહાસિક ગણાવી હતી.

ભાજપના નાણાં પ્રધાન અરુણ જેટલીએ જીએસટી મામલે પોતાની વાત રજૂ કરી હતી. ભાજપના સંસદીય દળની બેઠક પૂર્ણ થયા બાદ સંસદીય કાર્ય પ્રધાન અનંત કુમારે કહ્યું હતું કે જેટલીએ બેઠકમાં જીએસટીના વખાણ કર્યા હતા અને તેના દ્વારા થનારા ફાયદાની જાણકારી આપી હતી.

જ્યારે અનંત કુમારે ક્હ્યું હતું કે અત્યાર સુધીમાં 75 લાખ જીએસટી સાથે જોડાઈ ચુક્યા છે. આગામી દિવસોમાં વધુ 1 કરોડ લોકો જીએસટી સાથે જોડાશે. જીએસટી બાદ ઈન્સ્પેક્ટર રાજ સંપૂર્ણપણે ખતમ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે.

અનંત કુમારે કહ્યું હતું કે તેઓ આશા કરે છે કે વિપક્ષ સંસદની કાર્યવાહીને ચાલવા દેશે. સરકાર તમામ મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે.

Related posts

મોદીને મળી આવ્યા પણ ઉદ્ધવે ફડણવીસની આ યોજનાનું કોકડું વાળી દીધું, ન આપી મંજૂરી

Bansari

‘આપણે 15 કરોડ 100 કરોડ પર ભારી’ જેવું ભડકાઉ નિવેદન આપનારા વારિસ પઠાણ વિરૂદ્ધ FIR નોંધાય

Arohi

નમસ્તે ટ્રમ્પ: બસ ભરીને કેટલા માણસો લાવી શકો? ભાજપે કાર્યકર્તાઓની બેઠક બોલાવી અને આપ્યા આ આદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!