GSTV
India News Trending

મોનસુન સેશન / કોંગ્રેસના વિરોધથી દૂર હતા શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ, સોનિયા ગાંધીએ કંઈ પણ બોલ્યા વગર શીખવાડ્યો સબક

સોનિયા

નેશનલ હેરાલ્ડ કેસમાં EDની કાર્યવાહીનો સામનો કરી રહેલી કોંગ્રેસ આ દિવસોમાં સંસદથી રોડ સુધી આક્રમક છે. પરંતુ બુધવારે સંસદમાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે કોંગ્રેસના મોટાભાગના સાંસદો લોકસભામાં વેલમાં વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ જેવા નેતાઓ પોતાની સીટ પર બેઠા હતા અને કોંગ્રેસના સાંસદોના પ્રદર્શનથી અલગ દેખાતા હતા. દયાનિધિ મારન સોનિયા ગાંધી સુધી પહોંચ્યા. તેમણે કહ્યું કે તમામ સાંસદો વેલમાં આંદોલન કરી રહ્યા છે, જ્યારે શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ સીટ પર બેઠા રહ્યા. એવામાં સોનિયા પોતે સદનના વેલમાં પહોંચ્યા આ દરમિયાન વિપક્ષના અન્ય કેટલાક સાંસદો વિરોધ કરી રહ્યા હતા અને કોંગ્રેસીઓ સાથે હતા.

બપોર પછી ફરી જ્યારે ગૃહ શરૂ થયું ત્યારે કોંગ્રેસ અને ડીએમકે સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદો ફરી વેલમાં આવી ગયા. આ દરમિયાન પણ જ્યારે શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ પોતાની સીટ પરથી ખસ્યા ન હતા ત્યારે ડીએમકે સાંસદ દયાનિધિ મારન સોનિયા ગાંધી પાસે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે તમામ સાંસદો વેલમાં આંદોલન કરી રહ્યા છે, જ્યારે શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ સીટ પર બેઠા છે. જેના પર સોનિયા ગાંધીએ સ્મિત સાથે જવાબ આપ્યો અને કહ્યું કે હું ગૃહના વેલમાં આવી રહી છું. આ પછી તે પોતે પોતાની સીટ પરથી ઉભા થયા અને વેલ પાસે ગયા અને પોતાના સાંસદો સાથે વિરોધ કરવા લાગ્યા. તેના પર તમામ કોંગ્રેસીઓએ કહ્યું કે, તમારી તબિયત સારી નથી, જાવ અને સીટ પર બેસી જાઓ.

આ દરમિયાન સોનિયા ગાંધીને વેલમાં જોઈ શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમ જાતે પહોંચી ગયા હતા. આ રીતે કંઈ પણ બોલ્યા વિના સોનિયા ગાંધીએ શશિ થરૂર અને કાર્તિ ચિદમ્બરમને સાથી સાંસદો સાથે વિરોધ કેવી રીતે કરવો તેનો પાઠ ભણાવ્યો. જણાવી દઈએ કે જ્યારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે EDની કાર્યવાહીને લઈને મલ્લિકાર્જુન ખડગે અને પીયૂષ ગોયલ વચ્ચે જોરદાર ચર્ચા થઈ હતી.આ દરમિયાન ખડગેએ કહ્યું કે હું હાલમાં સંસદમાં છું અને મને ED દ્વારા નેશનલ હેરાલ્ડની ઓફિસે જવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે. હું પાછો નીચે જઈશ નહીં.

READ ALSO:

Related posts

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Binas Saiyed

સમીકરણ બદલાશે/ મહારાષ્ટ્ર્રમાં લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીની જીતવાની શક્યતા, સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Binas Saiyed

T20 WC 2022/ આ બે ક્રિકેટર T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર! ગંભીર ઈજાને કારણે BCCIએ આપી આ જાણકારી

Hemal Vegda
GSTV