સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે શ્રમ સુધારા સાથે જોડાયેલા ત્રણ બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. જેમાં ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન કોડ 2020 (Occupational Safety, Health and Working Condition Code 2020),ઈંડસ્ટ્રીયલ રિલેશંસ કોડ 2020 (Industrial Relations Code 2020) અને સોશિયલ સિક્યોરિટી કોડ 2020 (Social Security Code 2020) સામેલ છે. જેમાંથી કોઈ પણ કંપનીમાં કામની સુરક્ષા, સ્વાસ્થ્ય તથા કામનો માહોલને નિશ્ચિત કરવા, ઈંડસ્ટ્રીયલ ડિસ્પ્યૂટ્સની તપાસ તથા કર્મચારીઓની સામાજીક સુરક્ષા સાથે જોડાયેલી જોગવાઈ છે.

નવા બિલ રજૂ કરતા પહેલા 2019ના બિલ પાછા ખેંચ્યા
કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે લોકસભામાં ત્રણ કોડ્સ સાથે જોડાયેલા બિલ રજૂ કરતા પહેલા 2019માં લાવેલા શ્રમ સુધારા સાથે જોડાયેલા બિલ પાછા ખેંચ્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે, 2019માં રજૂ કરાયેલા બિલમાં શ્રમ સંબંધી સ્થાયી સમિતિને મોકલી આપવામાં આવ્યા છે. ત્યાર બાદ સમિતિને 233 ભલામણો સાથેનો રિપોર્ટ સોંપ્યો હતો. જેમાંથી 174 માગને સ્વિકારી લેવામાં આવી છે. ત્યારે હવે નવું બિલ લાવવામાં આવ્યુ છે. આ પહેલા આરએસપીના એન કે પ્રેમચંન્દ્રને 2019માં રજૂ કરેલુ બિલ પાછુ લેતા તેનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીશ તિવારી તથા શશિ થરૂર અને માકપાના એએમ આરિફે આ નવા બિલને રજૂ કરતાની સાથે જ વિરોધ પર ઉતરી આવ્યા હતા. તિવારે કહ્યુ હતું કે, નવા બિલ લાવતા પહેલા શ્રમિક સંગઠનો અને સંબંધિત પક્ષ સાથે ચર્ચા કરો બાદમાં બિલ રજૂ કરો. જો આવુ નથી કરવામાં આવ્યુ તો, મંત્રાલયે ફરીથી આ પ્રક્રિયા કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યુ હતું કે, આ નવા બિલને સાર્વજનિક કરવું જોઈએ, જેથી તેના પર અન્ય સૂચનો પણ લઈ શકાય. જેમાં પ્રવાસી મજૂરોની પરિભાષા સ્પષ્ટ નથી. શ્રમિકો સાથે જોડાયેલા કાયદા હજૂ પણ તેમાં નથી આવ્યા. તેના પર પણ સરકારે ધ્યાન આપવુ જોઈએ. બિલમાં રહેલી ખામીઓને દૂર કર્યા બાદ તેને રજૂ કરવામાં આવે તેવી માગ વિપક્ષ કરી રહ્યુ હતું.
લેબર કોડ્સ સાથે જોડાયેલા 44 કાયદાઓ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરે કહ્યું કે, બિલમાં આંતર-રાજ્ય પરિવહન મજૂરી અંગે કોઈ સ્પષ્ટતા નથી. નિયમો અનુસાર આ બિલને રજુ કરતા પહેલા બે દિવસે સભ્યોને આપવામાં આવવા જોઈએ. આમાં કામદારોની હડતાલ પર ગંભીર પ્રતિબંધ મૂકાયો છે. તે જ સમયે, અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પૂરતી જોગવાઈ નથી. બિલ રજૂ કરતાં શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે 44 કાયદા સંદર્ભે ચાર મજૂર કોડ ઘડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. 2004 માં તેની પ્રથમ ચર્ચા થઈ હતી. આ પછી, 10 વર્ષ સુધી કંઇ બન્યું નહીં. હવે બિલ રજૂ થયા પહેલા 9 ત્રિપક્ષીય વાટાઘાટો કરવામાં આવી હતી, 10 વખત પ્રાદેશિક ચર્ચા, 10 વખત આંતર-મંત્રાલયની સલાહ, ચાર પેટા સમિતિ કક્ષાની ચર્ચાઓ. કોડ્સ 3 મહિના માટે વેબસાઇટ પર રાખવામાં આવ્યા હતા. તેમાં 6 હજાર સૂચનો મળ્યાં છે. સમિતિની 233 ભલામણોમાંથી 174 સ્વીકારવામાં આવી હતી. આ પછી જ, નવું બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે.
READ ALSO
- આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં
- વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો
- મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો
- મોદી સરકારની અણઆવડતના કારણે ફરી એક વાર મજૂરો થયા પરેશાન, જોબ્સની જગ્યાએ ખાલી જુમલા આપે છે !
- બનાસકાંઠા: અસામાજિક તત્વોનો ત્રાસ, ભાગળ ગામે ફાયરિંગની ઘટના બાદ ચાર લોકોની કરી ધરપકડ
