GSTV

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારે બપોરે 12 વાગ્યે થશે શરૂ, આ વિધેયક પર રહેશે સૌની નજર

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર સોમવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં કેટલાક વિધેયકો પસાર થશે. સોમવારે સત્રના પહેલા દિવસે વટહુકમ નામંજૂર કરતા પ્રસ્તાવો અને સરકારી વિધેયકો રજૂ થશે. જેમાં પહેલી બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડવાલાનો 2020નું ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતાં કાયદા વટહુકમ નામંજૂર કરે તેવો પ્રસ્તાવ રજૂ થશે.

તો સંસદીય બાબતોના મંત્રી તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2020નું ગુજરાત વિધાનસભાના સભ્યો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રીઓ તથા વિરોધપક્ષના નેતાના પગાર અને ભથ્થાને લગતાં સુધારા વિધેયક રજૂ કરશે. જ્યારે શિક્ષણ પ્રધાન તરીકે ભૂપેન્દ્રસિંહ 2020નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક રજૂ કરશે. ઈમરાન ખેડાવાલાના ગુજરાત માલ અને સેવા વેરા વટહુકમ નામંજૂર કરવાના પ્રસ્તાવ સામે નાયબ મુખ્યપ્રધાન 2020નું ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક રજૂ કરશે.

READ ALSO

Related posts

નીતિશ કુમારને જેલભેગા કરીશ : ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે બગડી ગયા છે સંબંધો, ભાજપના પ્રયાસો નિષ્ફળ

Ankita Trada

સુશાંત કેસમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પ્રથમવાર ખૂલીને બોલ્યા, ભાજપને આપ્યો આ પડકાર

Bansari

રમણ પાટકરે રૂપાણીની હાજરીમાં સરકારના વટાણા વેરી દીધા, બોલ્યા એવા વિવાદીત બોલ કે સરકાર ભોંઠી પડી ગઈ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!