GSTV

ખેડૂતો માટે ખુશખબર : ચોમાસા મામલે સ્કાયેમેટે કર્યો મોટો ખુલાસો

Last Updated on February 25, 2019 by Karan

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે ભારે નુક્સાન ભોગવ્યું છે. ભારત માટે ચોમાસું એ મુખ્ય આધાર છે. ભારત એ કૃષિલક્ષી દેશ છે. દેશમાં પાણીની નહિવત સગવડો વચ્ચે આજે પણ 60 ટકા લોકો ભગવાન ભરોસે કરે છે. આ સમયે જ ખાનગી એજન્સી સ્કાયમેટે 2019માં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે એવું અનુમાન લગાવ્યું છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર આવનારા ચોમાસાથી ખેતીમાં લાભ થશે અને ભારતીય અર્થવ્યવસ્થા પણ આગળ વધશે. હવે જે નવી સરકાર ચૂંટણી બાદ આવશે તેના માટે પ્રથમ વર્ષે આ સારા સમાચાર ગણાશે. 2018માં સ્કાયમેટે 100% અને હવામાન ખાતાએ 97% વરસાદનું અનુમાન લગાવ્યું હતું. આ પહેલાં 2017માં દેશમાં 95% વરસાદ થયો હતો.

ચોમાસું એ ખેતીનો મુખ્ય આધાર

સ્કાયમેટના જણાવ્યા અનુસાર આ વર્ષે ભારતમાં સામાન્ય વરસાદ રહેવાના ચાન્સ 50%થી વધુ છે. ભારતમાં 96%થી 104% સુધીના વરસાદને સામાન્ય માનવામાં આવે છે. 10 ટકા પણ ઓછો વરસાદ થાય તો દેશની જીડીપીને સૌથી મોટો ફટકો પડે છે. ચોમાસું એ ખેતીનો મુખ્ય આધાર છે. જૂનથી શરૂ થનારા ચાર મહિનામાં ચોમાસા દરમિયાન છેલ્લાં 50 વર્ષમાં સરેરાશ 89 સેમી વરસાદ પડ્યો છે. દેશમાં વર્ષ દરમિયાન થનારા કુલ વરસાદનું 70% પાણી દક્ષિણ પશ્ચિમ મોનસૂન દરમિયાન વરસે છે. 4 માસમાં વરસતો આ વરસાદ ઘણા સમયથી અનિયમિત પડી રહ્યો છે. દેશમાં હાલમાં પાણીની સ્થિતિ વિકટ છે. લોકો ઉનાળુ ખેતી કરે તેવી સંભાવના ઓછી છે. સિંચાઈ માટે ગુજરાતમાં પણ પાણી નથી.

દેશના 58 લોકોનો ખેતી એ મુખ્ય આધાર

સામાન્ય વરસાદની અસર ગ્રામીણ વસ્તી પર પડે છે. ચોમાસુ સારું રહેવાને પરિણામે ગ્રામીણ વિસ્તાર કે જેઓ વધારે ખેતી પર નભે છે તેમની આવકમાં વધારો થાય છે અને પરિણામે તેમની આવક વધતા દેશની ઇકોનોમી તેમજ અન્ય ઉદ્યોગોને પણ દેખીતી રીતે મોટો ફાયદો થાય છે. દેશના 58 લોકોનો ખેતી એ મુખ્ય આધાર છે. ખેતીની આવક જ દેશનું અર્થતંત્ર ફેરવે છે. જો સામાન્ય વ્યક્તિ પાસે પૈસા નહીં હોય તો અર્થવ્યવસ્થા પર સીધી અસર પડે છે. સારો વરસાદ હોય તો દેશની યોજનાઓમાં પણ પૈસાની ફાળવણી થાય છે. જો વરસાદ ઓછો પડે તો યોજનાઓના પૈસા દુકાળના ફંડમાં ડાયવર્ટ થઈ જાય છે.

ચોમાસાની સીઝનમાં કુલ ૭૦ ટકા વરસાદ પડે છે

છેલ્લા પાંચ દાયકામાં જૂનની શરૂઆથી ચાર મહિનામાં સરેરાશ ૮૯ સીએમ વરસાદ પડયો છે. વાર્ષિક વરસાદમાં ચોમાસાની સીઝનમાં કુલ ૭૦ ટકા વરસાદ પડે છે. એશિયાના ત્રીજા ક્રમની સૌથી મોટા અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર ખુબજ મહત્ત્વનું છે અને કૃષિ ક્ષેત્ર મોટાભાગે વરસાદ ઉપર નિર્ભર કરે છે. એજન્સી આગાહીની રિપોર્ટ ૧પ માર્ચથી ૧પ એપ્રિલની વચ્ચે રિલિઝ કરી શકે છે જેમાં આગાહીને લઈને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. ગત વર્ષે ડિસેમ્બરથી પેશિફિક દરિયામાં લા નિનોની સ્થિતિમાં વધારો થયો છે. અત્યારે તાપમાન ઘટયો છે અને લા નિનોની શક્યતામાં પણ ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે, સારો વરસાદ પડવાથી કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા બંનેમાં વધારો થશે અને દેશના અંર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ સૌથી વધારે છે. ર૦૧૮માં ચોમાસામાં ૯૧ ટકા વરસાદ પડયો છે જે સરેરાશ ૯૬થી ૧૦૪ ટકા વરસાદની તુલનાએ ઓછો વરસાદ માનવામાં આવે છે.

Related posts

વિશ્વનો સૌપ્રથમ યુનિસેક્સ કોન્ડોમ વિકસિત, મહિલાઓ અને પુરુષો બંને કરી શકે છે ઉપયોગ

Vishvesh Dave

પોલીસ ગ્રેડ-પેના આંદોલનનું બાળ મૃત્યુ, સરકરે રચેલી સમિતિ એટલે કે ક્યારેય પૂર્ણ ન થનારી લોલીપોપ

Zainul Ansari

મોટી રાહત/ સરકારનો નિર્ણય- હવે તમે રાશનની દુકાનોમાંથી ખરીદી શકશો LPG સિલિન્ડર, જાણો તેના વિશે બધું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!