GSTV
Home » News » ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લાં 24 કલાકમાં આ જીલ્લાઓ ઉપર મેઘરાજા થયા મહેરબાન

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છેલ્લાં 24 કલાકમાં આ જીલ્લાઓ ઉપર મેઘરાજા થયા મહેરબાન

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે,ત્યારે નવસારી જિલ્લામા સતત ત્રીજા દિવસે મેઘરાજાની મહેર જોવા મળી હતી. ચીખલી અને ગણદેવી તાલુકામાથી પસાર થતી અંબિકા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. છેલ્લાં 12 કલાકમાં અંબિકાની જળ સપાટીમાં 1.41 ફૂટનો વધારો  થયો છે.નવસારીના ચીખલીમાં સવારે બે કલાકમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જિલ્લામા સાર્વત્રિક વરસાદથી ધરતીપૂત્રો વાવણીમાં જોતરાયા હતા.

નવસારી સવારે ૬ થી ૮ ના આંકડા

 • નવસારી ૦૦
 • જલાલપોર ૦૫
 • ગણદેવી ૧૮
 • ચખલી ૩૯
 • વાંસદા ૧૮

જિલ્લાની નદીઓની સપાટી ફૂટમાં

 • અંબિકા ૧૦.૭૫ ( ભયજનક ૨૮ ફૂટ )
 • પૂર્ણાં ૧૦ ફૂટ (ભયજનક ૨૩ કુટ)
 • કાવેરી ૦૮ કુટ (ભયજનક ૨૩ કુટ)

ડેમ ની પરિસ્થિતિ

 • જૂજ ડેમ ૧૧૫.૬૦ મીટર
 • કેલિયા ડેમ ૧૦૩.૬૦

નડીયાદમાં મોડી રાતે વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. મટીડા દરવાજા વિસ્તારમાં પાંચ ફૂટ જેટલુ પાણી ભરાયુ હતુ. જિલ્લા પંચાયત તરફના  ખોડિયારમાટા ગરનાળા પર પાણી ભરાયુ હતુ. શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા ત્રણ અંડરબ્રિજમાં પાણી ભરાયા હતા. શ્રેયસ ગરનાળામાં 10 ફૂટ, વૈશાલી અને માઈ મંદિર ગરનાળામાં છથી સાત ફૂટ પાણી ભરાયા હતા.

અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ટૂંકા વિરામ બાદ વરસાદના આગમનથી પ્રજાજનોને બફારામાંથી મુક્તિ મળી હતી. અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં 24 કલાકમાં વરસેલા વરસાદ પર નજર કરી એ તો. ધનસુરામાં બે ઈંચ, મોડાસા, માલપુર, બાયડમાં પણ બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. માજુમ ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક છે. વાત્રક ડેમમાં 230 કયુસેક પાણીની આવક છે. જ્યારે વૈડી ડેમમાં 265 ક્યુસેક અને લાંકમાં 28 ક્યુસેક પાણીની આવક છે. ડેમામાં પાણીની આવક થતાં ખેડૂતો ખુશહાલ થયા છે.

વાપીમાં પણ સતત બીજા દિવસે મેઘમહેર જોવા મળી હતી. વાપી અને ઉપરવાસમાં વરસાદના લઈને મધુબન ડેમમાં નવા નીરની આવક થઈ છે. વાપીના સેલવાસમાં છેલ્લા 24 કલાકમાં 11 ઈંચ, ખાનવેલમાં 8 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. મધુબન ડેમમાં બે લાખ ક્યુસેકથી વધુ પાણીનીઆવક છે. જ્યારે 43 હજાર 695 ક્યુસેક પાણીની જાવક છે. ડેમના છ દરવાજા 1.8 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

મધુબન ડેમ

 • લેવલ :- 73.00mts
 • આઉટફ્લો :- 43695 cusec
 • ઈનફ્લો :- 203061 cusec
 • દરવાજા ખોલ્યા :- 6(1.8)mts
 • અઠલ બ્રિજ :- 27.800mts

સુરતના બારડોલીમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી બારડોલી, મહુવા, માંડવી, પલસાણા, માંગરોળ, ઉમરપાડામાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. બે દિવસ અગાઉ ઉમરપાડામાં વરસેલા ભારે વરસાદથી દીવતણ ગામની સીમમાં આવેલો દેવઘાત ધોધ પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ હતુ. છેલ્લા ચોવીસ કલાકમાં મહુવામાં ચાર ઈંચ, પલસાણામાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. ઉકાઈ ડેમની સપાટી 276.22 ફૂટ છે. ડેમમાં 600 ક્યુસેક પાણીની આવક છે. અને 600 ક્યુસેક પાણીની જાવક છે. હાથનૂર ડેમમાં 209 મીટર પાણીની સપાટી છે. અને 13 હજાર 13 ક્યુસેક પાણીની આવક છે.

ઉકાઈ ડેમ

 • લેવલ : 276.22 ફુટ
 • ઇનફલૉ : 600 ક્યુસેક
 • આઉટ ફલૉ : 600 ક્યુસેક

હાથનૂર ડેમ

 • લેવલ : 209.46 મીટર
 • આઉટ ફલો : 13013 ક્યુસેક

છોટા ઉદેપુર અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે અશ્વિન નદી બંને કાંઠે વહેવા લાગી હતી. અશ્વિન નદીના લો લેવલ કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. જોકે તેમ છતા લોકો જીવના જોખમે કોઝ-વે પરથી પસાર થતા જોવા મળ્યા હતા.

વલસાડના ઉમરગામમાં મેઘો મહેરબાન છે. જેથી મોટાભાગના કોઝ-વે પાણીમાં ગરકાવ થયા છે. પૂનામગામને જોડતા પુલ પર દરોઠા નદીના પાણી ફરી વળ્યા છે. સરીગામ વિસ્તારમા આવેલી દુકાનો, બજારના રસ્તાઓ પર પાણી ભરાયા છે. ફનસા દમણને જોડતો કોસ્ટલ હાઈવે પર પણ પાણી ફરી વળ્યા છે.

સાબરકાંઠાના પોશીનામાં આવેલી સેઈ નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવસમાં વરસેલા વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવક થઈ છે. નદીમાં પાણી આવતા લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા.

પંચમહાલના શહેરાના પાનમ ડેમમાં નવા નીરની આવક થઈ છે. પાનમ ડેમની જળ સપાટી 121.90 મીટર થઈ છે. ડેમમાં 958 કયુસેક પાણીની આવક છે. જ્યારે પંચમહાલના મોરવા હડફ ડેમની જળસપાટી 164.5 મીટર થઈ છે. ડેમમાં 1500  કયુસેક  પાણીની આવક નોંધાઈ છે.

દાહોદમાં છેલ્લા ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ઐતિહાસિક છાબ તળાવ ઓવરફ્લો થયો છે. તો સાથે જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઐતિહાસિક છાબ તળાવ ઉપરાતં અન્ય નદી નાળા પણ છલકાયા છે. જેને કારણે જળસંકટ દુર થયુ છે.

બનાસકાંઠાના અમીરગઢની બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે. રાજસ્થાનમાં પડેલા વરસાદના કારણે બનાસકાંઠામાં નવા નીરની આવક થઈ છે. બનાસકાંઠામાં હજુ વરસાદ વરસ્યો નથી. પરંતુ બનાસ નદીમાં નવા નીરથી અમીરગઢ પંથકમાં વસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

અમદાવાદના ગાંધીઆશ્રમ ખાતે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચાની ચૂસકી લીધી, મોદીએ ચા પીતા કર્યા

Bansari

આ છે એ શેફ જેના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરશે ટ્રમ્પ અને મેલેનિયા, જાણો મેનૂમાં શું છે ખાસ

Bansari

મેલાનિયા ટ્રમ્પ પહેલા અમેરિકાના આ રાષ્ટ્રપતિઓની પત્નીઓ બની ચુકી છે ભારતની મહેમાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!