GSTV

સુરતમાં મેઘરાજાની ધીમીધારે ઈનિંગ, જુઓ કયાં કેટલો પડ્યો વરસાદ

Last Updated on August 2, 2019 by Mansi Patel

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે શુક્રવારે વહેલી સવારથી સુરતમાં મેઘરાજાની ધીમીધારી ઇનિંગ યથાવત જોવા મળી રહી છે. સુરત સહિત જિલ્લામાં ક્યાંક ધોધમાર વરસાદ છે તો ક્યાંક સામાન્ય થી ભારે વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે. સુરત માં પવન ફૂંકાવાની સાથે ઝરમર વરસાદ નોંધાઈ રહ્યો છે.સુરત તેમજ જિલ્લામાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. જીલ્લામાં પડી રહેલા વરસાદ ના પગલે કાંકરાપાર ડેમની સપાટી પણ ઊંચી રહી છે.જેમાંથી  વિયર કમ કોઝવે માં વરસાદી પાણી છોડવામાં આવી રહ્યું છે. શુક્રવારે ચાર વાગ્યા સુધી સુરત સહિત જિલ્લામાં નોંધાયેલ વરસાદ પર એક નજર કરીએ તો ,

  • બારડોલી :4 મિલી મીટર
  • ચોર્યાસી :5 મિલી મીટર
  • કામરેજ :5 મિલી મીટર
  • મહુવા :4 મિલી મીટર
  • માંડવી :24 મિલી મીટર
  • માંગરોળ :50 મિલી મીટર
  • ઓલપાડ : 4 મિલી મીટર
  • પલસાણા :3 મિલી મીટર
  • સુરત શહેર : 4 મિલી મીટર
  • ઉમરપાડા : 10 મિલી મીટર

નોંધાઈ ચુક્યો છે.આ સાથે ઉકાઈ ડેમની સપાટી પર નજર કરવામાં આવે તો ચાર વાગ્યા સુધીમાં ઉકાઈ ની સપાટી 303.90 ફૂટ સુધી પોહચી ચુકી છે.જેમાં 143031 ક્યુસેક પાણીની આવક થઈ છે.જ્યારે 600 ક્યુસેક આઉટફ્લો રહ્યું છે. સુરત અને જિલ્લામાં પડી રહેલા વરસાદ ને લઈ કાંકરાપાર ડેમની સપાટી હાલ 161.80 ફૂટ પોહચી છે. જેમાં 15600 ક્યુસેક પાણી ડિશચાર્જ રહ્યું છે.સુરત વિયર કમ કોઝવે ની સપાટી જોઈએ તો 6.66 મીટર  છે અને સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને લાઇ તંત્ર ઓન સજાગ છે.

READ ALSO

Related posts

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah

જ્યોતિષશાસ્ત્ર / ગુડ લુકિંગ હોય છે આ 4 રાશિઓના યુવાનો, યુવતીઓને ઇમ્પ્રેસ કરવામાં હોય છે માહેર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!