GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર : હવામાન વિભાગે વરસાદની કરી આગાહી, આ તારીખથી વરસશે વરસાદ

વરસાદ

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળમાં 1 જૂનથી ચોમાસું બેસી જવાની સંભાવના પ્રબળ છે. આ સાથે જણાવવામાં આવ્યું કે, દક્ષિણ-પૂર્વ અને મધ્ય અરબી સમુદ્રમાં 31મી મેએ લો-પ્રેશર સર્જાશે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશ માટે ચોમાસુ ખૂબ જ જરૂરી છે. અર્થતંત્રનો મોટો હિસ્સો કૃષિ આધારિત છે. દેશમાં અડધો અડધથી વધારે ખેતી સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે. ચોખા, મકાઈ, શેરડી, કપાસ અને સોયાબીન જેવા પાકો માટે વરસાદ ખૂબ જ જરૂરી છે. ચોમાસાના આગમન માટે સાનુકૂળ વાતાવરણ પણ દેશમાં ઉભું થયું છે. ગુજરાતમાં પ્રી-મોનસુન એક્ટિવિટીની અસર સર્જાશે. હવામાન ખાતાએ 1 જૂનથી કેરળનાં દરિયાકાંઠે નૈઋત્યનાં ચોમાસાની આગાહી કરી હતી.

ચોમાસુ વહેલું બેસવાની સંભાવના

ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વહેલું આવ્યું છે, જેમાં બંગાળની ખાડીમાં દક્ષિણ અને આંદામાન સમુદ્ર અને આંદામાન તથા નિકોબારમાં વરસાદ થયો. આ સાથે અહીંના કેટલાક વિસ્તારોમાં ચોમાસું વહેલું બેસવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પશ્ચિમ મધ્ય અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન ઉભું થયું છે. જે લો પ્રેશરમાં પરિવર્તિત થઇ જશે. આગામી દિવસોમાં આ લો પ્રેશર મજબૂત થઇને ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે.  જે ઉત્તર-પશ્ચિમ તરફ દક્ષિણ ઓમાન અને પૂર્વ યમનના દરિયા કિનારા તરફ જશે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી સાથે કેરળના દરિયામાં તોફાની અસર રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ આગાહી કરાઈ છે.

વરસાદ

માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના

રાજ્ય સરકાર દ્વારા માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે આ અંગે તમામ માછીમારોને રાત સુધીમાં સંદેશ પહોંચાડી દેવામાં આવશે. હવામાન વિભાગે અગાઉ આગાહી કરીને જણાવ્યું હતું કે, ચોમાસાને કેરળ પહોંચવામાં ચાર દિવસનો વિલંબ થઇ શકે છે. અને કેરળમાં ચોમાસાનું આગમ પાંચ જૂન આસપાસ થઇ શકે છે.

રવિવાર સુધીમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે 31મી મે સુધીમાં દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના ક્ષેત્રોમાં ભારે વરસાદની શક્યતા છે. સાથે જ 30 અને 31મી મેના રોજ કેરળ અને લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. તે સિવાય ત્રિપુરા, મિઝોરમ, આસામ-મેઘાલયમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ વરસવાનું અનુમાન છે.

આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે

દક્ષિણ પૂર્વ અને તેના સાથે સંકળાયેલા પૂર્વ મધ્ય અરબ સાગરમાં 31મી મેથી 4 જૂન દરમિયાન ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાઈ શકે છે. આ સ્થિતિ કેરળમાં પહેલી જૂને ચોમાસાના આગમન માટે અનુકૂળ છે.

દિલ્હીમાં વરસાદની વકી

રાજધાની દિલ્હી-એનસીઆરમાં 29-30મી મેના રોજ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ધૂળ-રજકણો સાથે તોફાન અને ગાજવીજવાળા વરસાદની આગાહી છે. તે સિવાય 31મી મે સુધી ઉત્તરાખંડ, હિમાચલમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિતના ક્ષેત્રોમાં પણ આગામી બે દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

READ ALSO

Related posts

હવે ચીની બ્રાન્ડના સ્માર્ટફોનને તણાવનો લાગ્યો ઝટકો, ભારતમાં આટલા ટકા ઘટી જશે વેચાણ

Dilip Patel

શહીદોનું સન્માન: ગલવાનમાં શહીદ થયેલા સૈનિકોના નામ પરથી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના વોર્ડના નામ રખાશે

Pravin Makwana

Corona: હોમ આઈસોલેશન માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી માર્ગદર્શિકા, જાણો શું કહે છે નિયમો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!