GSTV
Home » News » સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : ખેતી માટે કાચું સોનું વરસ્યું

સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : ખેતી માટે કાચું સોનું વરસ્યું

રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું છે. જેમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર કરી છે. જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. એક તરફ અમદાવાદ તરફના વિસ્તારોમાં વરસાદ હજુ મન મુકીને વરસી નથી રહ્યો. જેથી લોકો પણ સાંબેલાધાર વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમધોકાર બેટીંગ કરી લોકોને ખુશ કરી દીધા હતા.

અમરેલી

અમરેલીમાં સતત ત્રીજા દિવસે મેઘસવારી યથાવત છે. બાબરા શહેરમાં બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. તો બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ નોંધાયો છે. ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે કાળુભાર નદીમાં નવા નીર આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયુ છે. અમરેલી શહેરમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદથી શહેરના રોડ-રસ્તા પાણીથી ભરાઇ ગયા હતા. શહેરીજનોમાં વરસાદનાં આગમનથી ખુશીની લહેર ફેલાઇ હતી. વરસાદી માહોલથી ગરમીમાં લોકોને અંશતઃ રાહત મળી હતી.

ગીર સોમનાથ

ગીર સોમનાથનાં ઉના શહેર અને તાલુકામાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે..અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે.

લાઠી

અમરેલી જિલ્લામાં ફરીવાર મેઘરાજાનું આગમન થયુ. લાઠી નગરમાં વરસાદી માહોલમાં પવન સાથે વરસાદનુ આગમન થતાં લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ. વરસાદથી નગરનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ખેડુતોમાં આનંદ છવાયો હતો.

ભાવનગર

ભાવનગર જિલ્લાના પાલીતાણા સિહોરના વરલ ટાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડી જતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. લોકોએ વરસાદમાં નાહવાનો આનંદ લીધો હતો.

બોટાદ

બોટાદ શહેર સહિત જિલ્લાના ગઢડા,ઢસા,બરવાળા,રાણપુર,પાલિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેધરાજાની એંટ્રી થઇ છે. વરસાદથી વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લાંબા સમય બાદ વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળતો હતો.

સાવરકુંડલા

સાવરકુંડલામા અનરાધાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ઉકળાટમાથી રાહત મળી છે. ગાજવીજ અને ભારે પવન સાથેના વરસાદથી વીજળી ગુલ થઇ. અનરાધાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ભાવનગર

ભાવનગરના સિહોરના વરલ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે સિહોર-તળાજા રોડ બંધ કરવામાં આવ્યો છે. વરલ ગામમાં આવેલી સ્થાનિક નદીમાં પૂર આવી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે..નાળાનું કામ ચાલુ હતુ તેમા પણ વરસાદ વરસતા ડાઈવરઝનનો રોડ વરસાદી પાણીથી ધોવાઇ ગયો હતો. રસ્તો બંધ થઇ જવાથી નદીના બંને કાંઠાના મુસાફરો, બહારગામના વિદ્યાર્થીઓ અટવાયા છે. લોકોના ટોળા પાણી જોવા માટે ઉમટતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ભાવનગરમાં આજે બીજા દિવસે મેઘ મહેર થઇ છે. શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અસહ્ય બફારા બાદ વરસાદ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી છવાઇ છે.

ગોંડલ

રાજકોટના ગોંડલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો..વરસાદની ધમાકેદાર બેટીંગથી ખેડૂતો સહીત પ્રજાજનોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

રાજકોટ

રાજકોટ જીલ્લામાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. મેટોડા ગામ અને આસપાસના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. મેટોડા GIDC વિસ્તારમાં વરસાદ આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. બીજી તરફ ગોંડલમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે સારો એવો ધોધમાર વરસાદ ચાલુ ઠંડીનું મોજુ પ્રસરી ગયું

READ ALSO

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!