GSTV
Home » News » ગુજરાતભરમાં આવી પહોંચી મેઘરાજાની સવારી, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મનમૂકીને વરસ્યો મેઘો

ગુજરાતભરમાં આવી પહોંચી મેઘરાજાની સવારી, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મનમૂકીને વરસ્યો મેઘો

વાયુ વાવાઝોડાની અસરના પરિણામે ગુજરાતભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ છે. વહેલી સવારથી જ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરો અને નગરોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘાનું જોર વધું રહ્યું.

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ. દીવ. રાજકોટ. અમરેલી. ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા. સાબરકાંઠા તેમજ મહેસાણા જિલ્લામાં પણ હળવોથી ભારે વરસાદ પડ્યો. જ્યારે મધ્ય ગુજરાતના આણંદ પંથકમાં પણ ધીમી ધારે વરસાદ આવ્યો.

દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો. શહેરના ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો. મેઘરાજાના આગમનને કારણે અસહ્ય ઉકળાટ અને ગરમી અનુભવતા લોકોએ રાહત અનુભવી. જો કે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો પણ કરવો પડ્યો.

Read Also

Related posts

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

મોડાસાના વાંટવા પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, રાજસ્થાનનાં મહંતનું મોત

Nilesh Jethva

અમદાવાદ એરપોર્ટ દાણચોરી માટે બન્યું કુખ્યાત, કરોડો રૂપિયાનું સોનુ ઘુસાડવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!