GSTV
Home » News » અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદની શરૂઆત

અમદાવાદમાં મેઘરાજા મહેરબાન, ધોધમાર વરસાદની શરૂઆત

અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આજ બપોરે એક વાગ્યે ધીમી ધારે પડી રહેલા વરસાદે બાદમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે થોડી વારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. લોકો પણ રવિવારનો દિવસ હોવાના કારણે વરસાદની મઝા માણતા જોવા મળ્યા હતા. ગઈ કાલે પણ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ઘણી જગ્યાએ ભૂવા પડવાની ઘટના સામે આવી હતી. ગઈ કાલે પડેલા સામાન્ય વરસાદના કારણે જીવરાજ પાર્ક રસ્તા પર પરંપરાગત રીતે દર ચોમાસે પડતો ભૂવો ફરી એકવાર પડ્યો હતો. જેથી તંત્રની પોલ ખુલી ગઈ હતી. તો આજના વરસાદના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો પણ પડ્યા હતા.

અમદાવાદમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. એસજી હાઈવ, પ્રહલાદનગર, જીવરાજ, વેજલપુર ,સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. તો શહેરના રાણિપ, યુનિવર્સિટી રોડ, થલતેજ, બોપલમાં પણ વરસાદી ઝાપટુ પડતા લોકોએ ઉકળાટથી રાહત અનુભવી છે.

રાજકોટના વાતાવરણમાં પણ પલટો

રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવાનુ શરૂ થયા બાદ ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદ વરસતા રોડ રસ્તા પાણીથી તરબોળ થઇ ગયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા આગઝરતી ગરમીથી લોકોને રાહત મળી.

READ ALSO

Related posts

૩૦૦ વીઘાથી વધુના જમીન કૌભાંડ મામલે જયંતી કવાડિયાએ સોશિયલ મીડિયા મારફતે કર્યો ખુલાસો

Nilesh Jethva

ઝારખંડ વિધાનસભા ચૂંટણી : બીજા તબક્કાનું મતદાન થયુ પુર્ણ, 20 સીટો પર 62.40 ટકા થયુ વોટિંગ

Mansi Patel

દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ

Karan
Do NOT follow this link or you will be banned from the site!