GSTV
Home » News » રાજ્યના 20 તાલુકાઓમાં પડ્યો નોંધનીય વરસાદ, 11 તાલુકામાં અડધોથી વધારે ઈંચ વરસ્યો

રાજ્યના 20 તાલુકાઓમાં પડ્યો નોંધનીય વરસાદ, 11 તાલુકામાં અડધોથી વધારે ઈંચ વરસ્યો

વાયુ વાવાઝોડાની અસરના પગલે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વાયુ ચક્રવાતની અસર ન રહે તો પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ માટે 26 જિલ્લાઓમાં વરસાદ પડવાનો હોવાની હવામાન વિભાગે આગાહી કરેલી હતી. ત્યારે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

રાજ્યમાં આવી રહેલ વાયુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ વચ્ચે રાજ્યના ૨૦ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૩-૬-૧૯ ને ગુરૂવારના રોજ બપોરના બે વાગ્યા સુધીમાં ૨૦ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા મળી કુલ ૯ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત રાજયના ગારીયાધાર, માંગરોળ, લીલીયા, ભાવનગર,સાવરકુંડલા, વલભીપુર, જેસર, કલ્યાણપુર, બાબરા,ચોર્યાસી અને જલાલપોર મળી કુલ ૧૧ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

READ ALSO

Related posts

INX મીડિયા કેસમાં પી. ચિદમ્બરમને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

Mansi Patel

હોટેલ વ્યવસાયિકની હત્યાનો પ્રયાસ કરવાનાં કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન દોષિત જાહેર

Riyaz Parmar

અનુચ્છેદ 370 પર પાક.PMએ વડાપ્રધાન મોદી સાથે કરી ડિલ: ઇમરાન ખાનની પૂર્વ પત્નિનો દાવો

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!