GSTV
Home » News » ગુજરાત માટે ખુશખબર, હવામાન વિભાગે 95 ટકા વરસાદની કરી આગાહી

ગુજરાત માટે ખુશખબર, હવામાન વિભાગે 95 ટકા વરસાદની કરી આગાહી

કાળઝાળ ગરમીમાંથી રાહતના સમાચાર છે. હવામાન વીભાગે આગામી જૂન માસના ત્રીજા સપ્તાહમાં ચોમાસાના આગામનની આગાહી કરી છે. કેરળમાં છઠ્ઠી જૂને ચોમાસુ બેસે તેવુ મનાઇ રહ્યુ છે ત્યારે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડીયા સુધી ચોમાસાના આગમનની હવામાન વિભાગે શક્યતા વ્યકત કરી છે. આ સાથે દેશના દક્ષિણ પશ્ચિમ રિજીયન એટલે કે ગુજરાત સહિતના વિસ્તારમાં 95 ટકા વરસાદની શક્યતા પણ વ્યકત કરાઇ છે.

દરમિયાન રાજયમાં હવે કાળઝાળ ગરમીથી પણ રાહતની સંભાવના છે. આગામી દિવસોમાં રાજયમાં હીટવેવની પણ કોઇ શક્યતા ન હોવાનુ હવામાન વિભાગનુ કહેવુ છે. આગામી દિવસોમાં પારો ૪૧ ડિગ્રીની આસપાસ રહે તેવી સંભાવના છે. દરમીયાન આજે અને આવતીકાલે બનાસકાંઠા અને કચ્છમાં થન્ડરસ્ટોર્મને કારણે હળવો વરસાદ થઈ શકે છે.

મોસમનું પૂર્વાનુમાન જણાવતી એજન્સી સ્કાયમેટે આ વખતે ચોમાસુ ત્રણ દિવસ મોડુ 4 જૂનથી કેરળ પહોચવાનું પૂર્વઅનુમાન લગાવ્યુ છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂનથી ચોમાસુ શરૂ થઈ જાય છે. એજન્સી મુજબ, ચોમાસુ 4 જૂને કેરળ પહોચશે, જોકે બે દિવસનું એરર માર્જીન રાખવામાં આવ્યુ છે. એજન્સીનું કહેવું છેકે, આ વર્ષે ચોમાસુ નબળુ રહેવાનું અનુમાન છે અને સ્થિતી બહુ સારી દેખાઈ રહી નથી. ચાર ક્ષેત્રોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેશે.

  • સ્કાયમેટની આગાહીએ વધારી દેશવાસીઓની ચિંતા
  • દેશમાં ચાલુ વર્ષે ચોમાસુ નબળુ રહેવાની સંભાવના
  • કેરળમાં ત્રણથી પાંચ જૂન વચ્ચે થશે ચોમાસાનું આગમન
  • અંદમાન-નિકોબાર પર ૨૨ મેએ પહોંચશે ચોમાસું
  • પૂર્વોત્તર અને મધ્ય ભારતમાં ઓછા વરસાદના સંજાગો
  • ચોમાસા દરમિયાન દેશમાં સરેરાશ ૯૧ ટકા વરસાદની શક્યતા

ચોમાસું 22 મે એ અંદામાન-નિકોબાર દ્વીપ પર પહોંચવાની સંભાવના છે. સ્કાયમેટે 2019માં દેશમાં ચોમાસુ સામાન્યથી ઓછું (93% વરસાદ) રહેવાનું અનુમાન કર્યું છે. ઓછા વરસાદની શકયતા 50 ટકા છે. જયારે દુકાળની શકયતા 20% છે. એજન્સીએ સૌથી ઓછું મધ્યભારતમાં 91%, પૂર્વોત્તરમાં 92%, દક્ષિણમાં 95% અને પશ્વિમોત્તરમાં 96% વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

હવામાનનો વર્તારો જાહેર કરનારી ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહીથી દેશવાસીઓમાં ચિંતાના વાદળો છવાયા છે. સ્કાયમેટ મુજબ ચોમાસાના આગમનમાં ત્રણથી ચાર દિવસનો વિલંબ થઇ શકે છે. ઉપરાંત ચાલુ વર્ષે ચોમાસું નબળુ રહી શકે છે. કેરળમાં સામાન્ય રીતે 31 મે અથવા 1 જૂને ચોમાસું પહોંચે છે પરંતુ ચાલુ વર્ષે ત્રણથી પાંચ જૂન આસપાસ ચોમાસાના આગમનની સંભાવના છે. એજન્સી મુજબ ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ઓછા વરસાદની સંભાવના છે.

ચોમાસા દરમિયાન 91 ટકા વરસાદ વરસી શકે છે

દેશમાં ચાર ક્ષેત્રમાં સામાન્યથી ઓછો વરસાદ વરસી શકે છે. પૂર્વ અને પૂર્વોતર ભારત તેમજ મધ્ય ભારતના ભાગોમાં વરસાદના મામલે ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ભારતની સરખામણી ખરાબ સ્થિતિ સર્જાઇ શકે છે. ચાલુ વર્ષે ચોમાસુ 22 મેની આસપાસ અંદમાન-નિકોબાર ટાપુ પર પહોંચવાની સંભાવના છે. સ્કાયમેટનો અંદાજ છે કે ચોમાસા દરમિયાન 91 ટકા વરસાદ વરસી શકે છે. જે સામાન્ય કરતાં ઓછો છે..

આજે દિલ્હીમાં પડ્યો ધોધમાર

દિલ્હી, એનસીઆર સહિત આસપાસના વિસ્તારોમાં હવામાન ખુશનુમા થયું. સવારે અચાનક હવામાન પલટાતાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો. જેને કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો. જેથી લોકોએ ગરમીમાંથી રાહત મેળવી.. નોયડા સેક્ટર-15, સિટી સેન્ટર, સેક્ટર-52, અને અશોકનગર સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો. દિલ્હીના કાલકાજી વિસ્તાર, વસંતકુંજ, મુનિરકા અને વસંતવિહાર ક્ષેત્રોમાં પણ વરસાદ થયો.

સવાર-સવારમાં જ વરસાદ થતાં અનેક લોકોને ઓફિસ અને ધંધાના સ્થળે પહોંચવા પરેશાની વેઠવી પડી. વરસાદને કારણે ઠંડક પ્રસરી જતાં તાપમાનનો પારો 36 ડિગ્રી સુધી નીચે ગગડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હી-એનસીઆર સહિત પશ્ચિમી હિમાલયન ક્ષેત્રો પર વેસ્ટર્ન ડિસ્ટરબંસની અસર થવાની સંભાવના છે. તો 16 મેએ પણ હળવો વરસાદ થઈ શકે છે. બે દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાનમાં વિશેષ પરિવર્તન નહીં થાય. ઉત્તર પશ્ચિમી ભારતના મેદાનોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની સંભાવના છે.

READ ALSO

Related posts

સાતમથી શરૂ થતા સૌરાષ્ટ્રના લોકમેળાનું સીએમ વિજય રૂપાણી કરશે લોકાર્પણ

Arohi

તુઘલકાબાદમાં ભડકેલી હિંસાના પગલે ભીમ આર્મીના ચીફ સહિત 91 લોકોની ધરપકડ

Mayur

5 વર્ષમાં પ્રભાસે કરી માત્ર ત્રણ ફિલ્મો, કેવી રીતે બનાવશે નવી ઈમેજ ?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!