GSTV

લીલા દુષ્કાળના ડામ : ક્યાંક પાકમાં ફુગ લાગી ગઈ તો ક્યાંક પાકનો જ સોથ બોલી ગયો

Last Updated on October 6, 2019 by Mayur

રાજ્યમાં ઓક્ટોબર માસ સુધી વરસાદ વરસી રહ્યો છે,રાજ્યમાં ઓક્ટોબર માસ સુધી વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં લીલા દુષ્કાળની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના મુખ્ય પાક ગણાતા શેરડી અને ડાંગરમાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડી છે.

આ ઉપરાંત લીલા શાકભાજી પણ બગડતાં ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે જો કે ઉનાળામાં ડાંગરની ખેતી માટે સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જો કે સારા વરસાદને પગલે ખેડૂતોએ ઉત્સાહ સાથે ડાંગર રોપ્યા હતા અને સારા ઉત્પાદનની આશા સેવી હતી.

ઓક્ટોબર માસ સુધી વરસાદ અવિરત રીતે વરસતા ડાંગરના પાકમાં ફુગ લાગી ગઈ છે અને તેની ગુણવતા પર અસર થઈ છે. તો કેટલાંક ખેતરોમાં ડાંગર નીચે પડી જતા તેમાં પણ નવા ફણગા ફુટતા ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતો માટે કોઈ વળતરની જાહેરાત કરે તેવી આશા સેવી રહ્યાં છે.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!